Site icon Revoi.in

મની લોન્ડરિંગ કેસમાં ઈડીએ પંજાબમાં ‘આપ’ના રાજ્યસભાના સભ્યના ઘરે દરોડા પાડ્યાં

Social Share

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગના કેસમાં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે સોમવારે  પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભાના સાંસદ સંજીવ અરોરાના ઘર અને ઓફિસ પર દરોડા પાડ્યા હતા. ઈટીની ટીમે જલંધર અને લુધિયાણામાં પણ દરોડા પાડ્યા છે. આ પહેલા શનિવારે EDએ પર્લ ચિટ ફંડ કૌભાંડના સંબંધમાં રિયલ એસ્ટેટ બિઝનેસમેન વિકાસ પાસીના ઘર પર દરોડા પાડ્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યસભાના સભ્ય સંજીવ અરોરા પર છેતરપિંડી દ્વારા જમીન અધિગ્રહણ કરવાનો આરોપ છે. સંજીવ અરોરા ઉપરાંત EDની ટીમે પ્રખ્યાત બિઝનેસમેન હેમંત સૂદના ઘરે પણ દરોડા પાડ્યા હતા. EDના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ દરોડા 17 સ્થળોએ પાડવામાં આવ્યા હતા. હેમંત સૂદ એક મોટા રિયલ એસ્ટેટ બિઝનેસમેન છે.

સૂત્રોએ જણાવ્યું કે આ બે સિવાય EDની ટીમ ચંદશેખર અગ્રવાલના જાલંધનમાં સ્થાનો પર પણ પહોંચી હતી. મહાદેવ એપ કેસમાં ચંદ્રશેખર અગ્રવાલનું નામ પણ સામે આવ્યું હતું. આ ઉપરાંત રોયલ ઈન્ડસ્ટ્રીઝ કંપની અને રિતેશ પ્રોપર્ટી પર પણ દરોડા ચાલુ છે. તેમાંથી રિતેશ પ્રોપર્ટી સંજીવ અરોરાની કંપની છે.