Site icon Revoi.in

મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબના મુંબઈ,પૂણે સહીતના સાત ઠેંકાણાઓ પર ઈડીના દરોડા

Social Share

દિલ્હીઃ- દેશમાં છેલ્લા ઘણા સમયથી એનફઓર્સ ડિરેક્ટોરેટ સક્રિય બન્યું છે, અનેક મંત્રીઓના ઠેંકાણાઓ પર દરોડા પાડીને અનેક પત્તાઓ ઉકેલી રહ્યું છે ત્યારે આજ શ્રેણીમાં આજરોજ મહારાષ્ટ્રના મંત્રી અનિલ પરબનો પણ વારો આવી ચૂક્યો આજે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે મહારાષ્ટ્રના કેબિનેટ મંત્રી અને શિવસેનાના નેતા અનિલ પરબ સાથે જોડાયેલા મુંબઈ અને પુણેમાં સાત સ્થળો પર દરોડા પાડ્યા છે. 

પ્રાપ્ત માહિતી પ્રમાણે આ કાર્યવાહી મની લોન્ડરિંગના મામલામાં કરવામાં આવી છે. આ દરોડા પુણે, મુંબઈ અને દાપોલીમાં પાડવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે હાલમાં જ અમરાવતીના સાંસદ નવનીત રાણાએ સીબીઆઈને મુંબઈ પોલીસ કમિશનર સંજય પાંડે અને શિવસેના નેતા અનિલ પરબ વિરુદ્ધ ફરિયાદ કરી હતી. નવનીત રાણાનો આરોપ છે કે મુંબઈ પોલીસે તેની ધરપકડ દરમિયાન તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું

ઉલ્લેખનીય છે કે અનિલ પરબ પર કરોડો રૂપિયાની લાંચ લેવાનો આરોપ છે. ઈડીએ પરબ વિરુદ્ધ મની લોન્ડરિંગ હેઠળ કેસ નોંધ્યો હતો. જે બાદ હવે આ કાર્યવાહી પુણે અને મુંબઈમાં ચાલી રહી છે.એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેની કાર્યવાહી 2017માં પરબ દ્વારા 1 કરોડ રૂપિયામાં દાપોલીમાં જમીનના પાર્સલ ખરીદવાના આરોપો સાથે સંબંધિત છે, પરંતુ તે 2019માં નોંધવામાં આવી હતી. એજન્સી દ્વારા અન્ય કેટલાક આરોપોની પણ તપાસ કરવામાં આવી રહી છે

આવકવેરા વિભાગની તપાસમાં અગાઉ એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રિસોર્ટનું બાંધકામ 2017માં શરૂ થયું હતું અને રિસોર્ટના નિર્માણ પાછળ 6 કરોડ રૂપિયાથી વધુ રોકડ ખર્ચ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે  પૂર્વ મંત્રી અનિલ દેશમુખ સાથે સંકળાયેલા અન્ય મની લોન્ડરિંગ કેસમાં ઈડી પહેલાથી જ પરબની પૂછપરછ કરી ચૂકી છે.ત્યારે હવે તેમના ઠેંકાણો પર ઈડી એ દરોડા પાડ્યા છે.