Site icon Revoi.in

દિલ્હી લીકર પોલીસી પ્રકરણમાં EDના પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળો ઉપર દરોડા

Social Share

નવી દિલ્હીઃ ઈડીએ દિલ્હીની લીકર પોલીસી કોંભાડમાં તપાસને વધારે વેગવંતી બનાવી છે. દરમિયાન આજે ઈડી દ્વારા પંજાબ અને ચંદીગઢમાં દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. ઈડીની કાર્યવાહીમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ ઈડીની કાર્યવાહીને પગલે લીકર પોલીસીમાં સંડોવાયેલા લોકોમાં ફફટાડ ફેલાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમોએ આજે પંજાબ અને ચંદીગઢમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. તેમાં પંજાબ એક્સાઇઝ વિભાગના કમિશનર વરુણ રુજમના ચંદીગઢ નિવાસનો સમાવેશ થાય છે. આ રહેઠાણ સેક્ટર 20માં છે. આ સિવાય મોહાલીના બાકરપુરમાં જામફળ કૌભાંડમાં વરુણ રૂજમની પત્નીની ભૂમિકાની પણ તપાસ કરવામાં આવી રહી છે. કેન્દ્રીય તપાસ એજન્સીની આ કાર્યવાહીને દિલ્હી સરકારના કથિત એક્સાઇઝ પોલિસી કૌભાંડ સાથે પણ જોડવામાં આવી રહી છે.

EDએ આ કથિત કૌભાંડમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની ધરપકડ કરી છે. આ કેસમાં આમ આદમી પાર્ટીના નેતા મનીષ સિસોદિયા અને સંજય સિંહ પહેલાથી જ જેલમાં છે. ઈડીએ લીકર પોલીસી પ્રકરણમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ કરીને કોર્ટમાં રિમાન્ડ મેળવ્યાં હતા. ઈડીની તપાસમાં આ પ્રકરણમાં અત્યાર સુધીમાં અનેક મહત્વના પુરાવા મળ્યાં છે. સમગ્ર કેસમાં આગામી દિવસોમાં વધારે ધરપકડ થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરિવાલની ધરપકડ બાદ આમ આદમી પાર્ટી દ્વારા ભાજપા ઉપર આકરા પ્રહાર કરવામાં આવી રહ્યાં છે, તેમજ ઈડીની કાર્યવાહીને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યાં છે.