Site icon Revoi.in

ઝારખંડમાં EDએ ટેન્ડર કૌભાંડમાં મંત્રી આલમના PAના સેવકના ઘરેથી કરોડો રૂપિયા રિકવર

Social Share

રાંચી: ઝારખંડમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની ટીમે આજે એન્જિનિયર વીરેન્દ્ર રામના કેસમાં દરોડા પાડ્યા હતા. ઝારખંડના ગ્રામીણ વિકાસ મંત્રી આલમગીર આલમના અંગત સચિવ સંજીવ લાલના નોકરના ઘરેથી 25 કરોડ રૂપિયાની રોકડ જપ્ત કરી હતી. EDએ ફેબ્રુઆરી 2023 માં ઝારખંડ ગ્રામીણ વિકાસ વિભાગના મુખ્ય ઇજનેર વીરેન્દ્ર રામની કેટલીક યોજનાઓના અમલીકરણમાં કથિત અનિયમિતતાઓને લગતા મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. તપાસનીશ એજન્સી દ્વારા રોકડ ગણવા માટે મશીન સંજીવલાલના ધરે લાવવામાં આવ્યું હતું. અત્યાર સુધી 25 કરોડથી વધારે રોકડની ગણતરી કરવામાં આવી છે. અધિકારીઓને જણાવ્યું હતું કે, નોટોની ગણતરી હજુ ચાલું છે. રોકડ રકમ રૂ. 500ના દરની હોવાનું જાણવા મળે છે. આ આંકડો હજુ વધવાની આશા વ્યક્ત થઈ રહી છે.

સુત્રોના જણાવ્યા અનુસાર  EDની ટીમે રાંચીના સેલ સિટી સહિત કુલ નવ સ્થળો પર દરોડા પાડ્યાં હતા. EDની ટીમે સેઇલ સિટીમાં રોડ કન્સ્ટ્રક્શન ડિપાર્ટમેન્ટના એન્જિનિયર વિકાસ કુમારના ઠેકાણા પર સર્ચ કર્યું હતું. EDની બીજી ટીમે બરિયાતુ, મોરહાબાદી અને બોડેયા વિસ્તારમાં દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.  EDની ટીમે આ કાર્યવાહી જેલમાં બંધ એન્જિનિયર વીરેન્દ્ર રામ સાથે સંબંધિત કેસને લઈને કરી છે. ફેબ્રુઆરી 2023માં EDની ટીમે મની લોન્ડરિંગ કેસમાં ગ્રામીણ વિકાસ વિભાગના પૂર્વ ચીફ એન્જિનિયર વીરેન્દ્ર રામના ઘર પર દરોડા પાડ્યા હતા અને તેમની ધરપકડ કરી હતી. વિરેન્દ્ર રામ હજુ જેલમાં છે. આજના દરોડા એ જ કેસની તપાસ હેઠળ પાડવામાં આવ્યાં હતા.