શિયાળો આવતાની સાથે જ ગરમ ખોરાક દજેવા કે તલ, શિંગદાણા,સુંઠ, આદુ વગેરેથી ભરપુર પાક ખાવામાં આવ છે, જેમાં એક મહત્વનો ભાગ ગુંદરનો હોય છે દરેક શિયાળિં પાકમાં ગુંદર નાખવામાં આવે છે,આ ગુંદરને પહેલા દેશીઘીમાં શેકીને પછી જ તેનો ખાવામાં ઉપયોગ કરી કાય છે.તો આજે જાણશું ગુંદરને ઘીમાં શેકીને ખાવાથી થયા સ્વાસ્થ્યના ફાયદાઓ વિશે.
ખાસ કરીને શિયાળામાં આદુ, અળદીયા વાળો પાક બનાવામાં આવે છે તેમાં જે ગુંદર નાખવામાં આવે છે તેનાથી કમરનો દુખાવો મટે છે,આ સાથે જ ગુંદરને ઘીમાં શેકીને દરરોજ સવારે 1 નાની ચમચી ગુંદરનું સેવન કરવાથી સાંઘાનો દુખાવો મટે છે.
જો તમે ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત કરવા ઇચ્છો છો તો દરરોજ 1 2 લાડુનું સેવન દૂધની સાથે કરવું જોઇએ. વેઈટ લોm કરવા માટે ગુંદર ખાવો જોઈએ જે શરીરની ચરબીને ઓછી કરવામાં મદદ કરે છે.ગુંદર કેન્સરમાં પણ રાહત આપે છે કારણ કે કેન્સરમાં એન્ટીકાર્સિનોજેનિક નામનું તત્વ મળી આવે છે. જે કેન્સરના સેલ્સને ખતમ કરવામાં મદદ કરે છે.
ગુંદરમાં એવા ગુણ મળી આવે છે જે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં ખૂબ મદદ કરે છે. આ સાથે જ ગુંદર ખાવાથી ડિપ્રેશન ઓછુ થાય છે. એમાં એન્ટીઑક્સીડેન્ટ ગુણ હોય છે, જે ઑક્સીડેનટિવ સ્ટ્રેસને કંટ્રોલ કરે છે.