નવી દિલ્હીઃ જાણીતી ચાઈનીઝ મોબાઈલ કંપનીની સામે ડિરેક્ટોરેટ ઓફ એન્ફોર્સમેન્ટએ વિવિધ આરોપ સબબ સંબંધે તપાસ આરંભીને રૂ. 5551 કરોડની સંપત્તિ જપ્ત કરી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ઈડીએ રેડમી અને એમઆઈ જેવી જાણીણી મોબાઈલ બ્રાન્ડ બનાવનારી ચીનની કંપની Xiaomiની કરોડની સંપતિ જપ્ત કરવામાં આવી છે. કંપનીની સામે વિદેશી મુદ્રા પ્રબંધન કાનૂન એટલે કે ફેમાના ઉલ્લંઘનના આરોપોની તપાસ કરવામાં આવી રહી છે. ઈડીએ Xiaomiની લગભગ 5551 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ છે કંપનીએ નાણા અલગ-અલગ બેંકમાં જમા કરાવ્યાં છે. કંપની ઉપર ફેમાના નિયમોનું પાલન નહીં કરવા અને મની લોન્ડ્રીંગનો આરોપ લાગ્યો છે. દેશની સૌથી મોટી ગણાતી મોબાઈલ બ્રાન્ડની ચાઈનીઝ કંપની સામે ઈડીની કાર્યવાહીને પગલે ખળભળાટ મચી ગયો છે.