ભ્રષ્ટાચાર મામલે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખ સામે ઈડીની કાર્યવાહી- મોડી રાતે કરવામાં આવી ધરપકડ
- પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખની ઘરકપડ
- ઈડી એ પૂછપરછ બાદ કરી કાર્યવાહી
મુંબઈઃ- લાંચ લેવા અને મની લોન્ડ્રીંગ બાબતેે મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમૂખની છેવટે વિતેલી રાતે ઘરકપડ કરવામાં આવી છે, સોમવારે મોડી રાત્રે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. આ પહેલા ઈડી એ દેશમુખની 12 કલાક સુધી પૂછપરછ કરી હતી.
આ સમગ્ર મામલે એજન્સીના અધિકારીઓએ જણાવ્યું હતું કે NCP નેતા દેશમુખ આ કેસને લગતા પ્રશ્નો અંગેના જવાબો આપવાના ટાળતા હતા. દેશમુખને મંગળવારે સવારે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે. એજન્સી દેશમુખને કસ્ટડીમાં રાખવા માટે કોર્ટ પાસે પરવાનગી માંગશે. આ સાથે જ દેશમુખ સોમવારે લગભગ 11.40 વાગ્યે દક્ષિણ મુંબઈમાં બેલાર્ડ એસ્ટેટમાં EDની ઓફિસે પહોંચ્યા હતા. ત્યાર બાદ, EDના સહાયક નિર્દેશક અને ટીમ દેશમુખની સતત પૂછપરછ કરવામાં આવી હતી.
મળતી માહિતી પ્રમાણે દેશમુખનું નિવેદન મહારાષ્ટ્ર પોલીસમાં 100 કરોડ રૂપિયાના કથિત લાંચ-અને -ખંડણીના રેકેટમાં મની લોન્ડરિંગ એક્ટ હેઠળ નોંધવામાં આવ્યું છે. EDએ આ કેસમાં દેશમુખને પાંચ વખત સમન્સ જારી કર્યા હતા, પરંતુ તેઓ એક વખત પણ હાજર થયા ન હતા.
અનિલ દેશમુખે હાઈકોર્ટથી લઈને સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય રક્ષણ માટે પ્રયાસ કર્યા અને મહિનાઓ સુધી ગાયબ થઈ ગયા હતા. વિતેલા અઠવાડિયે બોમ્બે હાઈકોર્ટે ઈડીના સમન્સને રદ કરવાનો ઈન્કાર કર્યા પછી તેની પાસે તપાસ એજન્સી સમક્ષ હાજર થવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો ન હતો.