Site icon Revoi.in

ભણેલા લોકો વધુ કામને માને છે દુર્ભાગ્ય: 70 કલાકવાળી સલાહ પર ફરીથી બોલ્યા નારાયણમૂર્તિ

Social Share

નવી દિલ્હી: યુવાઓને સપ્તાહમાં 70 કલાક કામ કરવાની અપીલ કરીને એક નવી ચર્ચાને જન્માવનારા ઈન્ફોસિસના સંસ્થાપક નારાયણમૂર્તિએ આના પર પણ વાત કરી છે. તેમણે હવે એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ છે કે દેશમાં ભણેલા લોકો વિચારે છે કે વધારે કામ કરવું દુર્ભાગ્યની વાત છે. 77 વર્ષના કારોબારીએ કહ્યુ છે કે ભારતમાં વધારે કામ કરવું સામાન્ય વાત છે દેશના ખેડૂત અને મજૂર તો ઘણો વધારે શ્રમ કરે જ છે. તેમણે કહ્યુ છે કે દેશમાં આ સામાન્ય વાત છે અને વધારે લોકો આવા જ છે, જેઓ શારીરિક શ્રમથી નાણાં કમાય છે.

નારાયણમૂર્તિએ સીએનબીટી ટીવી 18 સાથેની વાતચીતમાં કહ્યુ છે કે માટે અમારામાંથી જે લોકોને મોટા ડિસ્કાઉન્ટ પર એજ્યુકેશન મળ્યું છે, તેમણે સરકારને ધન્યવાદ આપવો જોઈએ. એ વિચારવું જોઈએ કે કેવી રીતે આપણે ભાગ્યશાળી છીએ, કે જેથી વધારે મહેનત કરવી પડી રહી નથી. તેમણે કહ્યુ છે કે મેં તો જ્યારે સપ્તાહમાં 70 કલાક કામ કરવાની સલાહ આપી, તો સોશયલ મીડિયા પર ઘણો વિરોધ થયો. એવા ઘણાં લોકો હતા, જેમણે મને ખોટો ગણાવ્યો. જો કે કેટલાક સારા લોકોએ મારી પ્રશંસા પણ કરી.

નારાયણમૂર્તિએ કહ્યુછે કે જો કોઈ વ્યક્તિ પોતાના સેક્ટરમાં મારાથી શ્રેષ્ઠ છે, તો હું તેમનું સમ્માન કરું છું. હું તેમને પુછીશ કે શું મેં જે વાત કહી છે, તે ખોટી છે. મને તો લાગતું નથી. મારા ઘણાં મિત્રો જે પશ્ચિમી દેશોમાં રહે છે અને તેમાંથી મોટી સંખ્યામાં એનઆરઆઈ છે, તેમમે કહ્યુ છે કે તમારી વાત સાચી છે અને અમે આનાથી ખુશ છીએ. તેમના પત્ની સુધા મૂર્તિએ તો કહ્યું હતું કે નારાયણમૂર્તિ ભલે 70 કલાક કામ કરવાની સલાહ આપે છે, પરંતુ તેઓ ખુદ સપ્તાહમાં 90 કલાક કામ કરે છે. તેમણે કહ્યુ છે કે આ નારાયણમૂર્તિ માટે સામાન્ય વાત રહી છે.

ઈન્ફોસિસના ફાઉન્ડરે કહ્યુ છે કે હું એવી કોઈ સલાહ આપવા માંગતો નથી, જેના પર મેં ખુદ કામ કર્યું ન હોય. તેમણે કહ્યુ છે કે મારું આ રુટીન હતું કે સપ્તાહમાં 85થી 90 કલાક સુધી કામ કરવામાં આવે. નારાયણમૂર્તિએ કહ્યુ છે કે હું 6 અથવા સાડા 6 દિવ કામ કરતો જ હતો. ત્યાં સુધી કે ઈલેક્ટ્રોનિક્સ એરિયામાં પણ આવું કરતો હતો. હું દરરોજ સવારે 6 વાગ્યે ઘરેથી નીકળી જતો હતો. સવારે 6.20 કલાકે ઓફિસમાં પહોંચતો હતો. તેના પછી સાંજે 8.30 કલાકે જ નીકળતો હતો. તેમણે ગત વર્ષ ઓક્ટોબરમાં દેશના યુવાઓને અપીલ કરી હતી કે જો તેમણે ચીન જેવા દેશથી આગળ નીકળવું છે, તો દરરોજ 70 કલાક સુધી કામ કરવાની આદત રાખવી પડશે.