- ભણતર માટે સારૂ વાતાવરણ હોવું જરૂરી
- બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે જરૂરી
- તેમના ભણતર પર આવશે સકારાત્મક અસર
એવું કહેવામાં આવે છે કે બાળકોની પ્રગતિ અને અધોગતિમાં તેમના માતા-પિતાનો હાથ સૌથી વધારે હોય છે. જ્યારે માતા પિતા પોતાની ફરજ ભૂલી જતા હોય છે અને બાળકોના ભણતર પર યોગ્ય પ્રમાણમાં ધ્યાન આપવામાં નથી આવતું ત્યારે બાળકનું ભણતર બગડે જ છે. આવામાં માતા પિતાએ શું કરવું જોઈએ?
આ બાબતે જાણકારોનું કહેવું છે કે બાળકનું ભણતર વધારે સારું ત્યારે બને છે જ્યારે ઘરમાં ભણવા માટે યોગ્ય વાતાવરણ બનાવવામાં આવે. કેટલાક મોટા લોકોના ઘરમાં એવું જોવા પણ મળતું હોય છે કે જ્યાં ખાસ પ્રકારનો સ્ટડી રૂમ બનાવવામાં આ છે અને બાળકો ત્યાં ભણતા હોય છે, તો આ પ્રકારના વાતાવરણમાં બાળકોને ભણવાની મજા પણ આવે છે અને તેમનો વિકાસ પણ થાય છે.
આ ઉપરાંત જાણકારો દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે બાળકો જ્યારે પુસ્તક લઈને બેઠા હોય ત્યારે તેમની આસપાસનું વાતાવરણ બને એટલું શાંત રાખવું જેથી કરીને તેમને કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બન્સ ન થાય અને તેઓ ભણવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકે.
જો કે ઉલ્લેખનીય છે કે બાળકોને નાનપણના ભણતરને લઈને એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે બાળક નાનું હોય ત્યારે તે કાચી માટી જેવું છે, તેને જે ઢાળમાં ઢાળશો તે ઢાળમાં ઢળી જશે, તો બાળકને જે રીતે માહોલ આપવામાં આવશે તેના પર એ પ્રકારની અસર જોવા મળશે. તો બાળકોના ભણતર માટે હંમેશા યોગ્ય પ્રકારનું વાતવરણ આપવું પણ જરૂરી છે.