Site icon Revoi.in

GUJCETનું પરિણામ જાહેર થયું, આ રીતે કરી શકો છો ચેક

Social Share

નવી દિલ્હી: ગુજકેટના વિદ્યાર્થીઓ જેની પ્રતિક્ષા કરી રહ્યા હતા તે દિવસ આવી ગયો છે. ગુજકેટનું પરિણામ જાહેર થઇ ગયું છે. આજે સવારે 10 કલાકે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. એન્જિનિયરિંગ અને ફાર્મસીમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષા લેવાય છે. 6 ઑગસ્ટે, કુલ 4 વિષયો ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન અને ગણિતની પરીક્ષા લેવાઇ હતી. 1 લાખ 13 હજાર વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર થયું છે.

પરિણામ પર નજર કરીએ તો 99 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રૂપમાં 474 વિદ્યાર્થી, 98 પર્સેન્ટાઇલ ધરાવતા A ગ્રુપમાં 940 વિદ્યાર્થી, 96 પર્સેન્ટાઇલ ધરાવતા B ગ્રુપમાં 2701 વિદ્યાર્થીઓ સામેલ છે.

આ રીતે રિઝલ્ટ ચેક કરી શકાશે

વિદ્યાર્થીઓ બોર્ડની વેબસાઇટ result.gseb.org પર પોતાનું પરિણામ ચેક કરી શકે છે. બેઠક ક્રમાંકના માધ્મયથી પરિણામ ચેક કરી શકે છે. 6 ઑગસ્ટે ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી. ધોરણ 12 સાયન્સ પછી ડિગ્રી એન્જિનિયરિંગ અને ડિગ્રી/ડિપ્લોમા ફાર્મસીના અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે ગુજકેટની પરીક્ષાનું આયોજન કરવામાં આવે છે.

ગુજરાત કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં બહુવિકલ્પીય પ્રકારના હેતુલક્ષી પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.

120 મિનિટનું ભૌતિક અને રસાયણશાસ્ત્રનું સંયુક્ત પરિક્ષા લેવાઇ હતી. ભૌતિક અને રસાયણશાસ્ત્રના પેપરમાં 40 – 40 પ્રશ્નો પૂછાયા હતા, બંને પેપર 40 – 40 માર્કના હતા. જીવવિજ્ઞાન અને ગણિતનું પેપર અલગ અલગ પૂછાયુ હતું. જીવવિજ્ઞાનનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા હતા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. ગણિતનું પેપર 40 માર્કનું, 40 સવાલ પુછાયા, જેના માટે 60 મિનિટ ફાળવાઈ હતી. કુલ 3 ભાષા, એટલે કે ગુજરાતી, હિન્દી અમે અંગ્રેજીમાં ગુજકેટની પરીક્ષા લેવાઇ હતી.ગુજકેટની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓને બે માર્કની લ્હાણી કરવાની ફરજ પડી છે.