- શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંનો ખુલાસો
- માસ પ્રમોશનથી પાસ થવાની અફવા પર ધ્યાન આપવા કહ્યું
- ચાલેલા અભ્યાસ ક્રમ પ્રમાણે પરિક્ષા લેવાશે
અમદાવાદઃ- સમગ્ર વિશ્વમાં જ્યા કોરોનાએ કહેર ફેલાવ્યો છે ત્યા બીજી તરફ ગુજરાતમાં કોરોનાની બીજી તરંગ જોવા મળી રહી છે,જેને લઈને શળા, કોલેજો અને અનેક શૈક્ષિક સંસ્થાઓમાં ઓનલાઈન અભ્યાસ ક્રમ ભણાવવામાં આવી રહ્યો છે. જેથી કરીને વિદ્યાર્થીનું ભવિષ્ય ન બગડે.
ત્યારે કોરોનાને લઈને લોકોનું એમ કહવું હતું કે, શાળાના તમામા વિદ્યાર્થીઓને માસ પ્રમોશનથી પાસ કરી દેવામાં આવશે અને પરિક્ષાઓ લેવાશે નહી, જેમાં ખાસ કરીને ધોરણ 10 અને 12 સિવાયનાં વર્ગોને માસ પ્રમોસશ આપવાની વાતે જોર પકડ્યું હતું.
ત્યારે આ સમાચાર બાબતે શિક્ષણમંત્રી ભુપેન્દ્ર ચુડાસમા એ ખુલાસો કર્યો છે, તેમણે લોકોને અફવાઓ પર ધ્યાન ન આપવા જણાવ્યું છે, અને કહ્યું કે સરકારની જાહેરાત વગર કોઈ પણ વાત પર ધ્યાન ન આપવું જોઈએ.
તેમણે જણાવ્યું કે, સરકારે હાલ તો પરીક્ષા ન લેવા બાબતે કોઈ વિચાર નથી કર્યો, જે કઈ અફવાઓ ફેલાઈ રહી છે તે પાયાવિહોણી છે,જ્યારે પણ શાળા ખુલશે અને જેટલો પણ અમે અભ્યાસક્રમ ચલાવ્યો હશે તેટલા અભ્યાસક્રમ પૂરતી પરિક્ષા તો લેવાશે જ.
સાહિન-