- નવા શિક્ષણમંત્રી એક્શન મોડમાં
- રાજ્યોના મંત્રીઓ સાથે કરી બેઠક
- શિક્ષણની સાથે કૌશલ પર ધ્યાન આપવા પણ જણાવ્યું
- નવી શિક્ષણ નિતીના અમલ માટે સૂચનો આપ્યા
દિલ્હીઃ- તાજેતરમાં જ પીએમ મોદીએ પોતાના નવા કેબિનેટનો વિસ્તાર કર્યો હતો ત્યારે તેની અસર શિક્ષણ મંત્રાલયથી લઈને કૌશલ્ય વિકાસ સુધીના નવા મંત્રીમંડળના વિસ્તરણ પર 3 દિવસની અંદર જ જોવા મળી રહી છે. કેન્દ્રીય શિક્ષણ અને કૌશલ્ય વિકાસ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને તમામ અધિકારીઓને નવી શિક્ષણ નીતિના અમલીકરણ માટે કામ કરવા જણાવ્યું છે.
આ સમગ્ર મામલે વિતેલા દિવસને શનિવારે એક બેઠક બોલાવવામાં આવી હતી, કોરોનાની સ્થિતિમાં જે રીતે શિક્ષણ પર અસર પડી છે,તેને જોતા તમામ રાજ્યોના શિક્ષણ વિભાગો સાથે મળીને કોરોના મહામારીને કારણે શિક્ષણ પાટા પરથી જે રીતે ઉતરી ગયેલ તે અંતર્ગત મંત્રાલયના અધિકારીઓની બેઠક બોલાવીને શાળા શિક્ષણની વિવિધ યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
નવી શિક્ષણ નીતિ અંતર્ગત કૌશલ્ય વિકાસનું શિક્ષણ છઠ્ઠા ધોરણથી શરૂ કરવામાં આવના છે. આ અંતર્ગત અધિકારીઓને સમીક્ષા બેઠકમાં શાળાના શિક્ષણમાં નવા જનામાના કૌશલ્ય વિકાસ હેઠળ અભ્યાસક્રમ તૈયાર કરવા જણાવ્યું છે.આ બાબતે શિક્ષકોની તાલીમ પર વિશેષ ધ્યાન આપવામાં આવશે.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે શિક્ષણમંત્રીએ કહ્યું છે કે બંને મંત્રાલયોના અધિકારીઓએ શિક્ષણ અને કૌશલ્ય સંબંધિત યોજનાઓની માહિતી એક સાથે બેસીને શેર કરવી જોઈએ. જો કોઈ સમસ્યા થાય છે, તો તેનું તાત્કાલિક નિરાકરણ લાવવું પડશે.