- શિક્ષણમંત્રી રમેશ પોખરિયાલ નિશંકની તબિયત બગડી
- કોરોના બાદ તબિયત બગડતા એઈમ્સમાં દાખલ કરાયા
દિલ્હીઃ- હાલ દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છએ, આ બીજી લહેર અને કોરોના વાયરસના નવા વેરિએન્ટે ઘણા લોકોના જીવ લીધા છે તો કેટલાક લોકોને કોરોનાની ઝપેટમાં લીધા છે, ત્યારે કેન્દ્રીય શિક્ષણમંત્રી પણ થોડા દિવસો પહેલા જ કોરોનામાંથી સાજા થયા હતા.
કેન્દ્રીય. શિક્ષણ મંત્રી ડો,રમેશ પોખરિયાલ નિશંકની તબિયત અચાનક બગડી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે,તેઓ તાજેતરમાં જ કોરોના સંક્રમણમાંથી સાજા થયા હતા, આજ રોજ તેમની તબિયત અસ્વસ્થ જણાતા તેઓને આઈન્સમાં દાખલ કરવામાં આવ્યા છે.
મંગળવારના રોજ કોરોના બાદની સમસ્યાને કારણે કેન્દ્રીય શિક્ષણ પ્રધાનને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. એક સૂત્રએ માહિતી આપી હતી કે, મંત્રીને એઈમ્સના મેડિસિન વિભાગના સહયોગી પ્રોફેસર ડો.નિરજ નિશ્ચલ હેઠળ દાખલ કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, 21 એપ્રિલે શિક્ષણ મંત્રીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જો કે ત્યાર બાદ તેઓ સાજા થી ગયા હતા અને આડજે ફરી એમની તબિયત નાદુરસ્ત જણાઈ હતી, જેને લઈને આજ રોજ તેઓને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે.