- ધોરણ-10 બોર્ડનું પરિણામ જાહેર
- 8.57 લાખ વિદ્યાર્થીમાંથી 17186ને A1 ગ્રેડ
- વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં
- પરિણામ માત્ર શાળા જ જોઈ શકશે
ગાંધીનગર: ગુજરાત સેકન્ડરી એન્ડ સેકન્ડરી એજ્યુકેશન બોર્ડ દ્વારા ધોરણ-10ના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામ માત્ર શાળા જોઈ શકશે પરંતુ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે નહીં. કારણ કે, વેબસાઈટ પર પરિણામ જોવાની પદ્ધતિ અને અધિકાર શાળાઓને જ અપાયો છે.
આ વર્ષ માસ પ્રમોશન આપી વિદ્યાર્થીઓને પાસ કરાયા છે. ગ્રેડ સિસ્ટમથી જાહેર થતા પરિણામમાં કેટલા વિદ્યાર્થીઓને કેટલા ગ્રેડ મળ્યા તેના આંકડાઓ પણ જાહેર કર્યા છે.
આ વર્ષ ધોરણ-10ના કુલ 8 લાખ 57 હજાર વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપી પાસ કરવામાં આવ્યા છે. 17186 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ થયા છે. જ્યારે સૌથી વધુ 1,85,266 વિદ્યાર્થીઓ C1 ગ્રેડ સાથે પાસ થયા છે.
ગુજરાત બોર્ડના ધોરણ-10ની પરીક્ષાના પરિણામ રાતે 8 વાગ્યે બોર્ડની વેબ સાઈટ પર મુકાયું હતું. શાળાઓ પરિણામ GSEB.org નામની વેબસાઈટ પર જોઈ શકશે. ગુણપત્રની નકલ વિદ્યાર્થીઓ સુધી પહોચાડશે. અને શાળાઓ ઈન્ડેક્ષ નંબર આધારે પરિણામ મેળવશે. અને શાળાઓ જ પરિણામ જોઈ શકશે.