Site icon Revoi.in

દિલ્હી સહીત સમગ્ર ઉત્તરભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની જોવા મળશે અસર, 3 દિવસ સુધી વરસાદની આગાહી, ગરમીમાં મળશે રાહત

Social Share

દિલ્હીઃ- દેશભરમાં એક તરફ મે મહિનાની ગરમી ચાલી રહી છે તો દેશના કેટલાક વિસ્તારોમાં વરસાદની પમ આગાહી કરવામાં આવી છે ખાસ કરીને દિલ્હી સહીત સમગ્ર ઉતત્રભારતમાં વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની  અસર આ રાજ્જોયો પર જોવા મળી શકે છે વરસાદના કારણે અહી ગરમીમા રાહત મળશે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર પશ્ચિમ ભારતમાં ત્રાટક્યું છે. તેની અસર જમ્મુ-કાશ્મીરમાં દેખાવા લાગી છે. યુપીમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ થયો છે. 24-25 મેના રોજ તેની અસર ઉત્તર પશ્ચિમ ભારત, દિલ્હી-NCRમાં જોવા મળશે.

હવે આકરી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે રાહતના સમાચાર છે. સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે મોટાભાગના વિસ્તારોમાં આગામી ત્રણ દિવસ એટલે કે 26 મે સુધી વરસાદની શક્યતા છે. જેનાથી કાળઝાળ ગરમીમાં રાહત મળશે.ઉત્તર ભારતમાં આકરી ગરમી પડી રહી છે. બીજી તરફ, મંગળવારે બપોર પછી પહાડી વિસ્માંતારો વરસાદને કારણે ગરમીથી થોડી રાહત મળી છે,

હવામાન વિભાગની જાણકારી પ્રમાણે હાલમાં મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું  છે. દિલ્હી અને અન્ય કેટલાક સ્થળોએ પણ તે 45 ડિગ્રીને પાર કરી ગયો છે. ત્યારે હવે આકરી ગરમી વચ્ચે હળવા વરસાદ અને તેજ પવનને કારણે આગામી દિવસોમાં ગરમીમાં ઘટાડો થવાની સંભાવના છે.જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશના ઘણા ભાગોમાં સરેરાશ કરતાં ઓછા મોસમી વરસાદની આગાહી કરે છે.

ઉલ્લેખનીય છે કે કેરળમાં ચોમાસાની શરૂઆત થવામાં થોડા દિવસોનો વિલંબ થઈ રહ્યો છે. ચોમાસાની આગાહીના ડેટાનું વિશ્લેષણ દર્શાવે છે કે ચોમાસાના સમયગાળા દરમિયાન વરસાદ સરેરાશ કરતાં 25 મિલીમીટરઓછો હશે. દક્ષિણપશ્ચિમ ચોમાસું હાલમાં ભારતીય ઉપખંડમાંથી થોડા અઠવાડિયા દૂર છે અને તેના ઝડપી તીવ્ર થવાની સંભાવના ઓછી છે

જો બિહારની વાત કરીએ તો મંગળવારે સવારે ભારે પવન સાથે હળવા વરસાદને કારણે હવામાનની પેટર્ન સંપૂર્ણપણે બદલાઈ ગઈ છે. મહત્તમ તાપમાન છ ડિગ્રી સુધી નીચે આવી ગયું હતું. જેના કારણે ગરમીથી ત્રસ્ત લોકોને રાહત મળી હતી. પટના સહિત રાજ્યમાં એક-બે સ્થળોએ આંધી અને વરસાદની આગાહી કરવામાં આવી છે.