પહાડી વિસ્તારમાં દવાઓ સરળતાથી મળી રહે તેવા પ્રયાસ -ઉત્તરાખંડમાં ડ્રોન દ્રારા દવાઓ પહોંચાડવામાં આવી
- ઉત્તરાખંડમાં દવા ઓ ડ્રોનથી પહોંચાડાશે
- પહાડી વિસ્તારમાં દવાઓ સપ્લાય કરવી બનશે સરળ
દહેરાદૂનઃ- ભારત દેશ સતત પ્રગતિ કરતો જઈ રહ્યો છે ટેકનિકલ બાબતો સાથે અનેક ક્ષેત્રને જોડીને કાર્યને વધુ સરળ બનાવામાં આવી રહ્યો છે. ત્યારે હવે પહાડી વિસ્તાર ગણાતા ઉત્તરાખંડમાં મેડિકલ સેવા સાથે પણ ટેકનોલોજી જોડીને દવાઓ પહોંચાડવી સરળ બનાવી છે
ઉત્તરાખંડનો મોટાભાગનો વિસ્તાર પહાડી છે. મોટાભાગના ગામડાઓમાં વાહનવ્યવહારની સુવિધા નથી. લોકોને અનેક કિલોમીટર ચાલીને જવું પડે છે. આવી સ્થિતિમાં આ ગામડાઓમાં આરોગ્ય જેવી આવશ્યક સુવિધા પૂરી પાડવામાં મુશ્કેલી ઉભી થઇ છે. ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે રાજ્યના પર્વતીય વિસ્તારોમાં દવાઓ પહોંચાડવા માટે ડ્રોનનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.
ઉત્તરાખંડની મેડિકલ સેવામાં નવી ક્રાંતિ થઈ રહી છે. હવે ડ્રોન દ્વારા ઋષિકેશ એઈમ્સથી ટિહરીમાં દવા પહોંચાડવામાં આવી રહી છે. ઋષિકેશ એઈમ્સ દેશની પ્રથમ એઈમ્સ બની છે, જ્યાં ડ્રોન ટેક્નોલોજી દાખલ કરવામાં આવી છે.ઋષિકેશ AIIMSના ડાયરેક્ટર પ્રોફેસરે માહિતી આપી છે જાણકારી પ્રમાણે ઋષિકેશ દેશનું પહેલું એઈમ્સ બની ગયું છે, જે વિચિત્ર ભૌગોલિક પરિસ્થિતિમાં આ ટેક્નોલોજીનો ઉપયોગ કરવા જઈ રહ્યું છે.
જાણકારી પ્રમાણે ડ્રોન ઋષિકેશથી ટિહરી દવાઓ સાથે પહોંચશે અને નવી ટિહરીના બોરાડી પહોંચ્યા બાદ દવા ત્પા હોંચાડાશે. ત્યાંથી પણ સેમ્પલ લઈને ડ્રોન પરત આવશે. ઉત્તરાખંડની આરોગ્ય સેવાઓ પાટા પરથી ઉતરી ગઈ છે, આવી સ્થિતિમાં ડ્રોન નવી ક્રાંતિ લાવશે.
tags:
UTTARAKHAND