કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને પરત લાવવાના પ્રયાસો, પ્રદેશ પ્રભારી હાઈકમાન્ડ સાથે ચર્ચા કરશે
અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા સમયથી પ્રભારીનું પદ ખાલી હતું. તેના લીધે પ્રદેશ પ્રમુખ અને વિધાનસભા વિપક્ષના નેતા બદલવાનો નિર્ણય પણ લઈ શકાતો નહતો. આખરે રાજસ્થાનના આરોગ્ય મંત્રી એવા રઘુ શર્માને પ્રદેશ કોંગ્રેસના પ્રભારી બનાવવામાં આવ્યા છે. ચાર્જ સંભાળવા સાથે શર્માએ અમદાવાદના ભદ્રકાળી માતાજી અને જગન્નાથજી મંદિરમાં દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. ત્યારબાદ કોગ્રેસના પ્રદેશના નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરીને 2022ની વિધાનસભાની ચૂંટણી વિશે ચર્ચા કરી હતી. કહેવાય છે કે, કોંગ્રેસ છોડી ગયેલા નેતાઓને ફરી પક્ષમાં લાવીને પક્ષને મજબુત કરવાનો ઈશારો પણ કર્યો હતો. કોંગ્રેસ છોડી ગયેલા ઘણા નેતાઓ પસ્તાય રહ્યા છે. તેમને પક્ષમાં લાવવા માટે લીલીઝંડી આપવામાં આવે તેવી શક્યતા છે.
ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ અમદાવાદ સ્થિત મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની મુલાકાત કરી હતી. તેમજ ભદ્રકાળી મંદિર અને જગન્નાથ મંદિરના દર્શન કર્યા હતા. કોંગ્રેસ કાર્યલાય ખાતે સિનિયર નેતાઓ સાથે રઘુ શર્માએ પહેલા જ દિવસે વન ટુ વન બેઠક શરૂ કરી હતી. ડો રઘુ શર્મા બે દિવસની ગુજરાત મુલાકાતે છે. હાઈકમાન્ડે કોંગ્રેસ ફરી એકવાર બેઠી કરવા રઘુ શર્મા વિશેષ જવાબદારી સોપી છે. રઘુ શર્માનું એરપોર્ટ પર ઢોલ નગારા સાથે સ્વાગત કરાયું હતું. ત્યાર બાદ રઘુ શર્મા સાબરમતી આશ્રમ મુલાકત લઇ ચરખો પણ કાંત્યો હતો. નગર દેવી ભદ્રકાળી મંદિર ખાતે પુજા અર્ચના કરી હતી. ત્યારે બાદ સુપ્રસિદ્ધ જગન્નાથ મંદિર ખાતે પણ ભગવાન સમક્ષ શિસ ઝુકાવ્યું હતું. કોગ્રેસ કાર્યલાય ખાતે મહિલા કોંગ્રેસે પણ રઘુ શર્માનું ગુજરાતી પરંપરાગતરીતે સામૈયું કર્યું હતું. આ ઉપરાત સેવાદળના કાર્યકર્તાઓ ગાર્ડ ઓફ ઓનર કર્યું હતું.
રઘુ શર્માએ ગુજરાત પ્રવાસે દરમિયાન ભાજપ પર કટાક્ષ કરતા કહ્યું હતુ કે, હું રાજસ્થાનમાં આરોગ્ય મંત્રી છું. જેથી રાજસ્થાન પ્રજા સુરક્ષિત છે. જ્યારે અહીં મુખ્યમંત્રી સહિત આખા મંત્રી મંડળને હાંકી કઢાયા છે. તે બતાવે છે કે તેઓ કોરોનામાં કામગીરી નિષ્ફળ રહ્યા છે. ભાજપ માત્ર પ્રજાને નહી સત્તાને પ્રેમ કરે છે. રઘુ શર્માએ ગુજકાત કોંગ્રેસમાં સંગઠન ફેરબદલના પણ સંકેત આપ્યા હતા. બુથ કક્ષા સુધી સંગઠન મજબુત કરવા અને ભાજપની નિષ્ફળતા સામે કોંગ્રેસ હવે રસ્તા પર આંદોલન કરશે. 2022ની ચૂંટણી કોંગ્રેસ જીતશે તેવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. છેલ્લા પાંચ મહિનાથી ગુજકાત કોંગ્રેસના પ્રભારી પદ ખાલી હતું. સ્વ રાજીવ સાતવના નિધન બાદ કોઇ નવી નિંમણૂક કરાઇ ન હતી. કોંગ્રેસ પ્રભારી માટે 2022 ચૂંટણી મોટા પડકાર છે. પ્રભારીએ પ્રથમ દિવસથી જ સિનિયર નેતાઓ સાથે વન ટુ વન બેઠક કરી ગુજરાત કામગીરી શરૂ કરી છે.