Site icon Revoi.in

ઈદ-એ-મિલાદની ઉજવણીની છૂટ, માત્ર 15 લોકો અને 1 વાહનની મર્યાદામાં જ જુલુસ કાઢી શકાશે

Social Share

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટાડો થતાં અને મુસ્લિમ સમાજ દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરતા સરકારે કોરોના ગાઈડ લાઈનનું પાલન કરવાની શરતે ઈદ-એ- મિલાદની ઈજવણીને છૂટ આપી છે. 19 ઓક્ટોબરના રોજ ઈદ-એ-મિલાદ અંગે માર્ગદર્શિકા જારી કરી છે. જેમાં 15 વ્યક્તિ અને એક વાહનની મર્યાદામાં ઈદ-એ-મિલાદ ઉજવણી કરવાની છૂટ આપવામાં આવી છે.

ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.

રાજ્યના મહાનગરોમાં નવ દિવસ પહેલા રાજ્યમાં સરકારે રાત્રિ કર્ફ્યૂનો સમય વધાર્યો હતો. હવે સરકારે આગામી 10 નવેમ્બર સુધી અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર અને ભાવનગરમાં રાત્રિ કર્ફ્યૂને વધારવામાં આવ્યો છે. આઠેય શહેરોમાં રાત્રિ કર્ફ્યૂ રાતના 12થી સવારના 6 વાગ્યા સુધી લાગૂ રહેશે.

આમ આ તમામ 8 શહેરોની દિવાળી રાત્રિ કર્ફ્યૂ વચ્ચે પસાર થશે. રાજ્યમાં ઈદ-એ-મિલાદની ઊજવણી કરવા માટે મુસ્લિમ સમાજના આગેવાનોએ મુખ્યમંત્રીને મળીને રજુઆત કરી હતી. મુખ્યમંત્રીએ ગૃહ વિભાગ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ ઈદ-એ-મિલાદની ઊજવણીને શરતી મંજુરી આપી છે. જેમાં . ઈદ-એ-મિલાદના જુલુસનું માત્ર દિવસે જ આયોજન કરી શકાશે. તેમજ જુલુસ જે વિસ્તારનું હશે તે વિસ્તારમાં જ ફરી શકશે. જેને શક્ય એટલા ઓછા સમયમાં પૂર્ણ કરવાનું રહેશે. આ દરમિયાન કોવિડ-19ની ગાઈડલાઈનનું ચૂસ્તપણે પાલન કરવું પડશે.