દેશભરમાં ઉજવવામાં આવી રહી છે ઈદ, કોરોનાના કારણે લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ
- દેશમાં આજે ઈદની ઉજવણીનો માહોલ
- લોકો ઘરમાં પઢી રહ્યા છે નમાજ
- કોરોનાને પગલે મોટા રાજ્યોમાં લોકડાઉન
દિલ્લી: દેશમાં ઈદના તહેવારની ઉજવણી ચાલી રહી છે. લોકો દ્વારા દર વર્ષ ઈદની ઉજવણી પર એક સાથે નમાજ પઢવામાં આવતી હોય છે ત્યારે આ વખતે મુસ્લિમ લોકો ઈદની ઉજવણી ઘરમાં રહીને જ કરી રહ્યા છે. કારણ છે કે કોરોનામાં દેશના મોટાભાગના રાજ્યોમાં લોકડાઉન લગાવવામાં આવ્યું છે અને કોરોનાવાયરસનું સંક્રમણ વધારે ન ફેલાય તે માટે લોકો દ્વારા ઘરે રહીને ઈદની ઉજવણી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદએ પણ દેશવાસીઓને ઈદ-ઉલ-ફિતરની શુભકામનાઓ આપી છે. અને લોકોને સલાહ આપી છે કે, કોરોનાને હરાવવા માટે દેશમાં નિયમોનું પાલન કરવામાં આવે. સાથે સાથે દેશ અને સમાજની ભલાઈ માટે પણ કામ કરવાની સલાહ આપી.
રાષ્ટ્રપતિએ તેમના સંદેશમાં કહ્યું કે, “ઈદ-ઉલ-ફિતરનો પવિત્ર તહેવાર રમઝાનના અંતમાં ભાઈચારો અને સહભાવનાના પ્રસંગ તરીકે ઉજવવામાં આવે છે.” કોવિંદે કહ્યું કે ઈદ-ઉલ-ફિતર જાતે માનવતાની સેવા કરે છે, તે પણ એક ઉજવણી તરીકે ઉજવવામાં આવે છે જરૂરિયાતમંદ લોકોનું જીવન તરફ વળવું અને સુધારવાની તક. તેમણે કહ્યું કે, ચાલો આપણે બધાએ સંકલ્પ કરીએ કે કોવિડ -19ના આ રોગચાળામાં આપણે બધા નિયમો અને માર્ગદર્શિકાઓનું પાલન કરીશું અને સમાજ અને દેશની સુધારણા માટે કામ કરીશું.