- PM મોદીએ જૂન મહિનામાં અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો
- પર્યાવરણની જાળવણી માટે અભિયાન હાથ ધરાયું હતું
નવી દિલ્હીઃ કેન્દ્રીય પર્યાવરણ વન અને જળવાયુ પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે આજે Xપર એક પોસ્ટ દ્વારા માહિતી આપી હતી કે દેશે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વૃક્ષારોપણમાં એક સીમાચિહ્નરૂપ હાંસલ કર્યું છે અને માહિતી આપી હતી કે આ અભિયાન હેઠળ ભારતભરમાં 52 કરોડથી વધુ રોપાઓનું વાવેતર કરવામાં આવ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 05.06.2024ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસના પ્રસંગે ‘એક પેડ મા કે નામ’ અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. આ અભિયાન માટે પોતાનાં આહ્વાનમાં પ્રધાનમંત્રીએ દરેકને આ પહેલ મારફતે શ્રેષ્ઠ પૃથ્વી અને સ્થાયી વિકાસમાં પ્રદાન કરવા અપીલ કરી હતી.