મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારે એ રાજ્યમાં નોકરીની કરી જાહેરાત- 75000 સરકારી નોકરી અપાશે
- મહારાષ્ટ્ર સરકાર હવે મોદીજીના રાહ પર
- રાજદ્યમાં 75 હજાર નોતરીની જાહેરાત કરી
- એકનાથ શિંદેએ કરી નોકરીની જાહેરાત
મુંબઈઃ- તાજેતરમાં જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અનેક લોકોને નોકરી આપવાનો વાયો કર્યો હતો ત્યારે હવે મોદીની દેખાડેલા રસ્તા પર મહારાષ્ટ્રની સરકાર પણ ચાલી રહી છએ જે પ્રમાણે મહરાષ્ટ્રની એકનાથ શિંદેની સરકારે રાજ્યેમાં મોટા પ્રમાણમાં નોકરી આપવાનું એલાન કર્યું છે.
પ્રાપ્ત વિગત પ્રમાણે મહારાષ્ટ્ર સરકારે આગામી એક વર્ષમાં રાજ્યના યુવાનોને 75,000 સરકારી નોકરીઓ આપવાની જાહેરાત કરી છે. નાયબ મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ મામલે વિતેલા દિવસને શનિવારે કહ્યું હતું કે એકનાથ શિંદેના નેતૃત્વવાળી સરકાર એક વર્ષમાં 75,000 સરકારી નોકરીઓ પ્રદાન કરશે. ફડણવીસે યુવાનોને 10 લાખ નોકરીઓ આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પહેલની પણ પ્રશંસા કરી હતી.
દેવેન્દ્ર ફડણવીસે વધુમાં કહ્યું, ‘વડાપ્રધાન દ્વારા શરૂ કરવામાં આવેલી આ પહેલ સાથે, મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેના નેતૃત્વમાં અમારી સરકારે પણ સરકારી નોકરીઓ આપનાવો નિર્ણય લઘો છે. જે હેઠળ 75,000 નોકરીઓમાંથી, 18,000 જગ્યાઓ પોલીસ વિભાગમાં હશે. આ માટેની જાહેરાત આગામી 5 થી 7 દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં, વડા પ્રધાને વિવિધ સરકારી વિભાગો અને મંત્રાલયોને આગામી દોઢ વર્ષમાં ‘મિશન મોડ’ પર 10 લાખ લોકોને નોકરી આપવાનું કહ્યું હતું. બીજી તરફ, મોદીએ શનિવારે 75,000 સરકારી નોકરીના ઉમેદવારોને નિમણૂક પત્રો આપ્યા