મુંબઈઃ મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી રાજકીય ખેંચતાણનો અંત આવ્યો છે અને શિંદેજૂથને ભાજપ દ્વારા સમર્થન આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. એટલું જ નહીં એકનાથ શિંદે મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બનશે તેવી જાહેરાત ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જમાવ્યું હતું. રિવોઈ (રિયલ વોઈસ ઓફ ઈન્ડિયા)એ મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે બનશે તેવો દાવો કર્યો હતો. જે સાચો પડ્યો છે.
મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી પદનો તાજ એકનાથ શિંદેના શિરે મુકાશે? શું ગુરુવારે સાંજે શપથ ગ્રહણ પણ કરશે ?
પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના સિનિયર નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, 2019માં ભાજપ અને શિવસેના સાથે ચૂંટણી લડ્યાં હતા અને અમને પૂર્ણ બહુમતી મળી હતી. તેમજ અન્ય અપક્ષના ધારાસભ્યો પણ જોડાયાં હતા. ચૂંટણી બાદ શિવસેનાએ એવા લોકો સાથે સંગઠન કર્યું હતું. આ સરકાર ભ્રષ્ટાચારના આરોપનો સામનો કરતો હતો. દાઉદ સાથે એક મંત્રી સામે આરોપ લાગ્યો હતો તેમ છતા તેને મંત્રી પદમાંથી હટાવ્યાં હતા. ઉદ્ધવ ઠાકરેના નૈતૃત્વમાં એનસીપી અને કોંગ્રેસની સરકાર ચાલી હતી. જો કે, શિવસેનાના નેતાઓમાં રોષ હતો. જેથી શિંદેના નૈતૃત્વમાં શિવસેનાના ધારાસભ્યોએ નારાજગી વ્યક્ત કરીને એનસીપી અને કોંગ્રેસનો વિરોધ કર્યો હતો. ઠાકરેએ હિન્દુત્વ છોડ્યું અને પોતાના ધારાસભ્યોના બદલે એનસીપી અને કોંગ્રેસને વધારે મહત્વ આપ્યું હતું. જેથી શિવસેનાના ધારાસભ્યોએ અવાજ ઉઠાવ્યો હતો. સરકાર પાસે બહુમત ન હતો અને સીએમ ઠાકરે રાજીનામું આપ્યું હતું. જેથી અમે મહારાષ્ટ્રમાં ચૂંટણી ના આવે તે માટે શિંદેજીને સમર્થન આપ્યું છે. મહારાષ્ટ્રના નવા સીએમ એકનાથ શિંદે હશે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, આગામી દિવસોમાં મંત્રીમંડળની રચના કરવામાં આવશે. એકનાથ શિંદેના નૈતૃત્વમાં મહારાષ્ટ્રમાં વિકાસ આગળ વધશે.