Site icon Revoi.in

એકનાથ શિંદેને હવે 37 નેતાઓનો સપોર્ટ -કહ્યું, ‘અમે ડરતા નથી કાયદો અમે પણ જાણીએ છીએ’

Social Share

મુંબઈઃ- છેલ્લા ઘમા સમયથી શિવસેનાની પાર્ટી પર મુસીબતોના વાદળ છવાયેલા છે .મહારાષ્ટ્રના રાજકતરણમાં ઉથલપાથલ જોવા મળી રહી છે,શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું વલણ હજુ પણ નરમ પડ્યું નથી. પાર્ટીના 37 થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાને પડકારવા પણ તૈયાર છે.

શિંદેએ લખેલા પત્રમાં શિવસેનાના 37 ધારાસભ્યોના હસ્તાક્ષર છે અને પત્રની નકલ ડેપ્યુટી સ્પીકર નરહરિ જીરવાલ, રાજ્યપાલ ભગત સિંહ કોશ્યરી અને વિધાન પરિષદના સચિવ રાજેન્દ્ર ભાગવતને મોકલવામાં આવી છે.

આવી સ્થિતિમાં શિવસેનાના બળવાખોર ધારાસભ્ય એકનાથ શિંદેએ ટ્વિટ કર્યું કે તમે 12 ધારાસભ્યોને ગેરલાયક ઠેરવીને અમને ડરાવી શકતા નથી, કારણ કે અમે શિવસેના પ્રમુખ બાળાસાહેબ ઠાકરેના અનુયાયીઓ છીએ,

આથી વધુમાં તેમણે કહ્યું કે .અમે  કાયદા કાનૂન  જાણીએ છીએ, જેથી અમે ધમકીઓ પર ધ્યાન આપતા નથી. આ સાથે જ શિંદેએ ટ્વીટ કર્યું કે અમે તમારી પદ્ધતિઓ અને કાયદાઓથી પણ વાકેફ છીે. બંધારણની અનુસૂચિ 10 મુજબ, વ્હીપનો ઉપયોગ વિધાનસભાના કામકાજ માટે થાય છે, બેઠકો માટે નહીં.

આ સાથે જ સૂત્રોનું કહેવું છે કે શિવસેના મહારાષ્ટ્ર વિધાનસભાના ઉપાધ્યક્ષને 12 બળવાખોર ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા માટે અપીલ કરી શકે છે. શિવસેનાનું માનવું છે કે જો તેઓ તમામ બળવાખોર ધારાસભ્યોની જગ્યાએ માત્ર 12 ધારાસભ્યો સામે જ ગેરલાયકાતનો પ્રસ્તાવ ડેપ્યુટી સ્પીકરને મોકલે તો તેના પર પહેલા નિર્ણય લઈ શકાય.