- એકનાથ શિંદેનું પલ્લુ ભારે થયું
- ,શિવસેનાના વધુ ત્રણ MLA આસામ પહોચ્યાં
- શરદ પવારે તાત્કાલિક NCP નેતાઓની બેઠક બોલાવી
મુંબઈઃ- મહારાષ્ટ્રના રાજકરણમાં ગરમાટો જોવા મળી રહ્યો છે.શિવસેનાના બળવાખોર નેતા એકનાથ શિંદેનું કડક વલણ જેસે થે ..તેવી સ્થિતિમાં જોવા મળે છે. તો બીજી તરફ વિતેલી સાંજે સીએમ ઠાકરેએ સરકારી આવાસ વર્ષા છોડી દીધુ હતું અને પાતાના નિવાસ સ્થાન પહોચ્યા હતા.
શિંદે એ પાર્ટીના 37 થી વધુ ધારાસભ્યોનું સમર્થન હોવાનો દાવો કરીને તેઓ પક્ષપલટા વિરોધી કાયદાને પડકારવા ચૈયાર છે. આ સ્થિતિ વચ્ચે વિતેલીરાત્રે શિવસેનાના વધુ ચાર બળવાખોર ધારાસભ્યો ગુવાહાટી પહોંચ્યા હતા, ત્યારે આજે સવારે વધુ ત્રણ ધારાસભ્યો પણ ગુવાહાટી પહોંચ્યા હોવાની જાણકારી મળી રહી છે, આ પહેલા બુધવારે સાંજે જ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે લોકોને સંબોધિત કર્યા હતા અને મોડી રાત્રે સરકારી આવાસ છોડીને માતોશ્રી પહોંચ્યા હતા.
શિવસેનાના ધારાસભ્યોના બળવાખોર વલણથી મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધી ગઈ છે. ગઈકાલે રાત્રે તેઓ સીએમના સરકારી બંગલામાંથી નીકળીને તેમના ઘર માતોશ્રીમાં શિફ્ટ થઈ ગયા હતા. રાજ્યનું મહા વિકાસ આઘાડી ગઠબંધન ધારાસભ્યોને પરત લાવવાના તમામ પ્રયાસો કરી રહ્યું છે. ગઈકાલે તેમના સંબોધન દરમિયાન, ઠાકરેએ મુખ્યમંત્રી પદ અને શિવસેના પ્રમુખની જવાબદારી છોડવાની ઓફર કરી હતી. તેમણે શિંદેને સીએમ બનવાની ઓફર પણ કરી હતી. તે જ સમયે, ભાજપ આ બળવાખોર ધારાસભ્યો પર ચાંપતી નજર રાખી રહ્યું છે.
હવે શિવસેનામાં ઓછામાં ઓછા 37 ધારાસભ્યોનું સમર્થન ધરાવે છે તે બતાવવા માટે તેઓ સંખ્યા એકત્રિત કરશે. શિંદે તેમની સંખ્યા સાબિત કરવા માટે રાજ્યપાલનો સંપર્ક કરી શકે છે. આ પછી રાજ્યપાલ ઉદ્ધવ ઠાકરેને બહુમત સાબિત કરવા માટે કહી શકે છે. આવી સ્થિતિમાં સરકારનું પતન નિશ્ચિત માનવામાં આવે છે.