- ક્રાઈમબ્રાન્ચ અને એફએસએલની ટીમ તપાસમાં જોડાઈ
- આસપાસના વિસ્તારમાં CCTV કેમેરાના ફુટેજની તપાસ
અમદાવાદઃ શહેરના ઘાયલોડિયા વિસ્તારમાં સિનિયર સિટીઝન દંપતિની ઘાતકી હત્યા કરવાનારા ચકચારી બનાવમાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. આ હત્યામાં કોઈ જાણભેદુની જ સંડોવણી હોવાનું પોલીસ માની રહી છે. પોલીસે એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળ પર તપાસ કરી હતી. આ ઉપરાંત આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફુટેજ મેળવવાની કવાયત શરૂ હતી. વૃદ્ધ દંપતિની અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે હત્યા કરી હોવાનું મનાઈ રહ્યું છે. પોલીસે શંકાના આધારે ઘરઘાટીની પણ પૂછપરછ આરંભી છે. આ ઉપરાંત મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર શહેરના ઘાયલોડિયા વિસ્તારમાં રન્નાપાર્ક પાસે આવેલી સોસાયટીમાં એક વૃદ્ધ દંપતિની હત્યા કરવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. 90 વર્ષીય દયાનંદ અને 80 વર્ષીય વિજયાલક્ષ્મી નામના સિનિયર સીટીઝન દંપતિની તિક્ષણ હથિયારના ઘા ઝીંકીને ક્રુરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ થતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આ અંગે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ તેજ શરૂ કરી છે. ક્રાઈમબ્રાન્ચની ટીમ પણ સ્થાનિક પોલીસ સાથે તપાસમાં જોડાઈ હતી. પોલીસે બંને મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા.
સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને તપાસ શરૂ કરી છે. પોલીસની તપાસમાં એફએસએલની ટીમ પણ જોડાઈ હતી. સીસીટીવી ફૂટેજ અને કૉલ ડિટેલ્સના આધારે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલવા માટે વિવિધ ટીમો બનાવીને અલગ-અલગ દિશા શરૂ કરી છે. બનાવ સમાયે વિસ્તારમાં જેટલા મોબાઈલ એક્ટીવ હતા. તે પૈકી કેટલાકનું લોકેશન મધ્યપ્રદેશમાં દર્શાવતું હોવાથી પોલીસે તે દિશામાં તપાસ આરંભી છે.