સંસદમાં ‘હિંદુ રાષ્ટ્ર’ની માગણી કરે એવા હિંદુત્વનિષ્ઠ ૫૦ સાંસદ ચૂંટી લાવો ! – પ્રખર હિંદુત્વનિષ્ઠ ધારાસભ્ય ટી. રાજાસિંહ
આજે અનેક લોકપ્રતિનિધિઓ ચૂંટાઈ આવવા પહેલાં હિંદુત્વનિષ્ઠ હોવાનો દેખાડો કરે છે; પરંતુ સત્તાની ખુરશી પ્રાપ્ત થયા પછી તેઓ ધર્મનિરપેક્ષ થઈ જાય છે. આવા લોકપ્રતિનિધિઓ હિંદુ રાષ્ટ્ર માટે અથવા હિંદુત્વ માટે કાંઈ જ કરશે નહીં. ધર્મનિરપેક્ષ નેતાઓ હિંદુ રાષ્ટ્રની માગણીનો વિરોધ જ કરશે. તેથી ઓછામાં ઓછા ૫૦ હિંદુત્વનિષ્ઠ સાંસદ ચૂંટાઈ લાવવા આવશ્યક છે, જે સંસદમાં હિંદુ રાષ્ટ્રની માગણી કરશે, એવું સ્પષ્ટ આવાહન તેલંગણા રાજ્ય ખાતેના ગોશામહલના પ્રખર હિંદુત્વનિષ્ઠ ધારાસભ્ય ટી. રાજાસિંહે ગોવા ખાતેના ‘વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવ’માં ‘હિંદુ રાષ્ટ્ર માટે સર્વસ્વનો ત્યાગ આવશ્યક’ આ વિષય પર બોલતી વેળાએ કર્યું.
ધારાસભ્ય ટી. રાજાસિંહે આગળ કહ્યું કે, તેલંગણાના અનેક જિલ્લાઓમાં અલ્પસંખ્યક બહુમતિ ક્ષેત્ર છે; પરંતુ શ્રીરામનવમી સમયે લાખો હિંદુઓ ભગવો ધ્વજ લઈને બહાર નીકળે છે. તેને કારણે ત્યાંના મુખ્યમંત્રીને પણ અમારો વિચાર કરવો પડે છે. ભારત સ્વતંત્ર થયો ત્યારથી રાષ્ટ્રનું ઇસ્લામીકરણ કરવાનું ષડ્યંત્ર ચાલુ છે. પ્રશાસનમાંના મોટા અધિકારી, નેતાઓ હિંદુત્વના વિરોધમાં છે. તેને કારણે તેમના દ્વારા હિંદુત્વનિષ્ઠોને ત્રાસ આપવામાં આવે છે. તેને ઉત્તર આપવા માટે હિંદુત્વનિષ્ઠ યુવકોને સારું શિક્ષણ આપીને ઉચ્ચ પદ પર પહોંચવામાં સહાયતા કરો, જેથી કરીને તેઓ હિંદુ રાષ્ટ્રની સ્થાપના માટે યોગદાન આપી શકશે. આવનારો કાળ કઠિન છે. હિંદુ રાષ્ટ્રનું અથવા ધર્મકાર્ય કરવું હોય, તો ભયભીત થઈને ચાલશે નહીં. સંતોએ કહ્યું છે કે, સાધનાથી વાતાવરણમાં પરિવર્તન કરી શકાય છે. તેને કારણે અખંડ હિંદુ રાષ્ટ્ર માટે સાધના કરવી આવશ્યક છે.
- દાભોલકર હત્યા પ્રકરણમાં નિર્દોષ છૂટેલા, તેમજ ખટલો લડનારા ધારાશાસ્ત્રીઓનો સત્કાર !
દાભોલકર હત્યા પ્રકરણમાં નિર્દોષ છૂટેલા સનાતનના સાધક વિક્રમ ભાવે, ન્યાયાલયીન ખટલા વિનામૂલ્ય લડનારા ધારાશાસ્ત્રી પ્રકાશ સાળસિંગકર, ધારાશાસ્ત્રી ઘનશ્યામ ઉપાધ્યાય, ધારાશાસ્ત્રી (સૌ.) મૃણાલ વ્યવહારે અને ધારાશાસ્ત્રી (સૌ.) સ્મિતા દેસાઈનો ભાજપના પ્રખર હિંદુત્વનિષ્ઠ ધારાસભ્ય ટી. રાજાસિંહના હસ્તે ‘વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર મહોત્સવ’માં સત્કાર કરવામાં આવ્યો. શાલ, શ્રીફળ અને દેવતાઓની સાત્ત્વિક પ્રતિમા પ્રદાન કરીને સહુનો સત્કાર કરવામાં આવ્યો. આ સમયે ઉપસ્થિત ધર્મપ્રેમી હિંદુઓએ ‘હર હર મહાદેવ’, ‘જય શ્રીરામ’ની ઘોષણાઓ આપીને જયઘોષ કર્યો. આ ખટલામાં મહત્ત્વનું યોગદાન આપનારા સર્વોચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી સુભાષ ઝા, મુંબઈ ઉચ્ચ ન્યાયાલયના ધારાશાસ્ત્રી સંજીવ પુનાળેકર, ધારાશાસ્ત્રી વીરેંદ્ર ઇચલકરંજીકર અને ધારાશાસ્ત્રી સુવર્ણા વત્સ-આવ્હાડ અધિવેશનના સ્થાન પર પ્રત્યક્ષ ઉપસ્થિત રહી શક્યા નહોતા. આ બધાનું વૈશ્વિક હિંદુ રાષ્ટ્ર અધિવેશનમાં અભિનંદન કરવામાં આવ્યું.