Site icon Revoi.in

ચૂંટણીની આચારસંહિતા ગુજરાત શિક્ષણ બોર્ડને નડી, 64 અધિકારીઓ પ્રમોશન અટકી પડ્યાં

Social Share

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ ચૂંટણીની આચારસંહિતા નડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ 1ના અધિકારીઓની 102 જગ્યા છે, જેમાં  64 જગ્યાઓ પ્રમોશનથી ભરવાની હતી. હાલ .ખાલી પડેલી જગ્યાનો વહિવટ ઈન્ચાર્જથી ચાલી રહ્યો છે. .વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન આપવાનું બાકી છે. પરંતુ ચૂંટણી આચારસંહિતાને લીધે નિર્ણય લઈ શકાતો નથી.

સૂત્રોના જણાવ્યા મુજબ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કુલ 102 જગ્યાઓ પૈકી 61 જગ્યાઓ પર વર્ગ-2ના અધિકારીઓને જ પ્રમોશન આપીને તે જગ્યા ભરવાની હોય છે.વર્ગ -2ના અધિકારીને 8 વર્ષનો અનુભવ હોય અથવા વર્ગ-2ના અધિકારી તરીકે 64 મહિના પુરા થતા હોય તેને વર્ગ-1 તરીકે પ્રમોશન આપી શકાય છે.વર્ગ-2ના અનેક અધિકારીઓને જુલાઈ મહિનામાં  વર્ગ-1ના અધિકારી તરીકે પ્રમોશન આપવાની લાયકાત પુરી થઈ ચૂકી છે છતાં હજુ સુધી પ્રમોશન આપવામાં આવ્યા નથી. હાલ 64 ખાલી પડેલી જગ્યાઓમાંથી 60 જેટલી જગ્યા જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક અધિકારીની છે.આ જગ્યા અત્યારે ચાર્જ પર ચાલી રહી છે તો કેટલીક જગ્યા ખાલી છે.જોકે હવે ચૂંટણી જાહેર થઈ હોવાથી પ્રમોશન કે બદલી નહિ થઈ શકે જેથી હજુ 1 મહિના જેટલો સમય 64 જગ્યાઓ ખાલી રહેશે.

સૂત્રોએ ઉમેર્યુ હતું કે, શિક્ષણ બોર્ડ દ્વારા હાલ 64 જેટલા વર્ગ-1ના અધિકારીઓનો ચાર્જ ઈન્ચાર્જને સોંપાયો છે. ચૂંટણીની આચારસંહિતાને લીધે પ્રમોશન આપી શકાતા નથી. એટલે અધિકારીઓને પ્રમોશન માટે 15મી ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.