ગુજરાત સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી: ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચા કરાયા નિશ્ચિત
અમદાવાદઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે. દરમિયાન ચૂંટણીપંચ દ્વારા ઉમેદવારોના ખર્ચા નિશ્ચિત કર્યાં છે. ચૂંટણી પ્રચાર દરમિયાન થતા ખર્ચની મર્યાદા જાહેર કરવામાં આવી છે. રાજકીય પાર્ટીના વોર્ડ કાર્યાલયમાં મોટી સંખ્યામાં કાર્યકરો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર દરેક ઉમેદવાર માટે જમવાની થાળીના રૂ.135, વ્યક્તિ દીઠ ચા-નાસ્તોના રૂ.45, પાણીની બોટલ રૂ. 20, 20 લીટર પાણીની બોટલના રૂ. 40, આઈસ્ક્રીમના રૂ.20, સ્વીટના રૂ.325 નો ખર્ચ નિશ્ચિત કરાયો છે. તેમજ ઇલેક્ટ્રિક સાધનો, પ્રચાર માટેના સાધનો, ફર્નિચર ભાડાના દરનો દર પણ નિશ્ચિત કરવામાં આવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉમેદવારો દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર કરવામાં આવી રહ્યાં છે. તેમજ રાજકીય પાર્ટીના વોર્ડ કાર્યાલયમાં રોજ ચા-નાસ્તાનું આયોજન કાર્યકરો માટે કરવામાં આવે છે.