Site icon Revoi.in

11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી, ગુજરાતમાં 23 એપ્રિલે વોટિંગ, 23 મેએ આવશે પરિણામ

Social Share

લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચુક્યું છે અને સાત તબક્કામાં દેશભરની લોકસભાની બેઠકો પર વોટિંગ થવાનું છે. પહેલા તબક્કાનું વોટિંગ 11 એપ્રિલે અને સાતમા તબક્કાનુંવોટિંગ 19 મેના રોજ થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામ 23 મેના રોજ ઘોષિત થશે. 16મી લોકસભાનો કાર્યકાળ ત્રીજી જૂને સમાપ્ત થઈ રહ્યો છે અને આના પહેલા જ દેશ પોતાના નવા વડાપ્રધાનને ચૂંટી લેશે.

મુખ્ય ચૂંટણી કમિશનર સુનિલ અરોરાએ રવિવારે ચૂંટણી કાર્યક્રમની ઘોષણા કરતા જણાવ્યુ હતુ કે પહેલા તબક્કાના 11 એપ્રિલે યોજાનારા મતદાનનું જાહેરનામું 18 માર્ચે જાહેર કરવામાં આવશે અને આજથી એટલે કે રવિવારથી જ આચારસંહિતા લાગુ કરી દેવામાં આવી છે. 201માં 16મી લોકસભાની ચૂંટણી નવ તબક્કામાં કરાવવામાં આવી હતી.

ક્યાં રાજ્યમાં ક્યારે વોટિંગ?

પ્રથમ તબક્કો           20 રાજ્યોની 91 બેઠક          11 એપ્રિલે વોટિંગ

રાજ્ય                   બેઠક

આંધ્રપ્રદેશ              25

અરુણાચલ પ્રદેશ       02

આસામ                 05

બિહાર                  04

છત્તીસગઢ              01

જમ્મુ-કાશ્મીર           02

મહારાષ્ટ્ર               07

મણિપુર                01

મેઘાલય                02

નાગાલેન્ડ              01

ઓડિશા                 04

સિક્કિમ                 01

તેલંગાણા               17

ત્રિપુરા                  01

ઉત્તરપ્રદેશ              08

ઉત્તરાખંડ               05

પશ્ચિમ બંગાળ          02

અંદમાન-નિકોબાર      01

લક્ષદ્વીપ                        01

બીજો તબક્કો           13 રાજ્યોની 97 બેઠક          18 એપ્રિલે વોટિંગ

રાજ્ય                   બેઠક

આસામ                 05

બિહાર                  05

જમ્મુ-કાશ્મીર           02

કર્ણાટક                 14

મહારાષ્ટ્ર               10

મણિપુર                01

ઓડિશા                 05

તમિલનાડુ              39

ત્રિપુરા                  01

યુપી                    08

પશ્ચિમ બંગાળ          03

પુડ્ડુચેરી                 01

ત્રીજો તબક્કો                   14 રાજ્યોની 115 બેઠકો                 23 એપ્રિલ વોટિંગ

રાજ્ય                   બેઠક

આસામ                 04

બિહાર                  05

છત્તીસગઢ              07

ગુજરાત                        26

ગોવા                   02

જમ્મુ-કાશ્મીર           01

કર્ણાટક                 14

કેરળ                   20

મહારાષ્ટ્ર               14

ઓડિશા                 06

ઉત્તરપ્રદેશ              10

પશ્ચિમ બંગાળ          05

દાદર નગર હવેલી     01

દમણ-દીવ             01

ચોથો તબક્કો           9 રાજ્યોની 71 બેઠકો           29 એપ્રિલે વોટિંગ

રાજ્ય                   બેઠક

બિહાર                  05

જમ્મુ-કાશ્મીર           01

ઝારખંડ                03

મધ્યપ્રદેશ              06
મહારાષ્ટ્ર               17

ઓડિશા                 06

રાજસ્થાન               13

ઉત્તરપ્રદેશ              13

પશ્ચિમ બંગાળ          08

પાંચમો તબક્કો         7 રાજ્યો 51 બેઠકો             6 મે વોટિંગ

રાજ્ય                   બેઠક

બિહાર                  05

જમ્મુ-કાશ્મીર           02

ઝારખંડ                04

મધ્યપ્રદેશ              07

રાજસ્થાન               12

ઉત્તરપ્રદેશ              14

પશ્ચિમ બંગાળ          07

છઠ્ઠો તબક્કો             7 રાજ્યની 59 બેઠકો           12 મેએ વોટિંગ

રાજ્ય                   બેઠક

બિહાર                  08

હરિયાણા               10

ઝારખંડ                04

મધ્યપ્રદેશ              08

ઉત્તરપ્રદેશ              14

પશ્ચિમ બંગાળ          08

દિલ્હી                  07

સાતમો તબક્કો         8 રાજ્યોની 59 બેઠકો          19 મેએ વોટિંગ

રાજ્ય                   બેઠક

બિહાર                  08

ઝારખંડ                03

મધ્યપ્રદેશ              08

પંજાબ                  13

ચંદીગઢ                        01

પશ્ચિમ બંગાળ          09

હિમાચલ પ્રદેશ         04

ઉત્તરપ્રદેશ              13

ચાર રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી

આંધ્રપ્રદેશમાં 175 બેઠકો માટે 11 એપ્રિલે મતદાન થશે. લોકસભા અને વિધાનસભા એમ બંનેની ચૂંટણી માટે એક જ દિવસે વોટિંગ થશે.

અરુણાચલ પ્રદેશમાં પણ લોકસભા અને વિધાનસભા માટે 11 એપ્રિલ-2019ના દિવસે એકસાથે મતદાન થશે.

સિક્કિમમાં 11 એપ્રિલે એકસાથે લોકસભા અને વિધાનસભા માટે વોટિંગ થશે॥

ઓડિશામાં ચાર તબક્કામાં 11 એપ્રિલ, 18 એપ્રિલ, 23 એપ્રિલ અને 29 એપ્રિલે વિધાનસભા અને લોકસભાની ચૂંટણી માટે વોટિંગ થશે.

જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભા ચૂંટણી નહીં

સુરક્ષા કારણોને લઈને જમ્મુ-કાશ્મીરમાં લોકસભાની ચૂંટણી સાથે વિધાનસભાની ચૂંટણી નહીં કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. પુલવામા એટેક અને પાકિસ્તાન સાથેના તણાવને જોતા આના સંદર્ભે નિર્ણ કરવામાં આવ્યો છે. અનંતનાગ લોકસભા બેઠક પર ત્રણ તબક્કામાં વોટિંગ કરાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ જમ્મુ-કાશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન લાગું છે અને પીડીપી-ભાજપ ગઠબંધન તૂટયા બાદ રાજ્યની વિધાનસભાને ભંગ કરી દેવામાં આવી છે.

તારીખો પર પીએમ મોદીની પ્રતિક્રિયા

લોકસભા ચૂંટણીના કાર્યક્રમની ઘોષણા બાદ વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને ચૂંટણી પંચ, સુરક્ષાદળો અને દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવી છે. તેમણે કહ્યુ છે કે નિરાશાવાદમાંથી બહાર નીકળતા ગત પાંચ વર્ષોમાં 130 કરોડ ભારતીયોના આશિર્વાદ અને સહભાગિતાથી એ પ્રદર્શિત થયું છે કે પહેલા જે અશક્ય હતું, તે શક્ય બની ગયું છે.

તેમણે કહ્યુ હતુ કે તમામ રાજકીય પક્ષો અને ઉમેદવારોને 2019ની લોકસભાની ચૂંટણી માટે શુભેચ્છાઓ. આપણે અલગ-અલગ રાજકીય પક્ષોના હોઈ શકીએ છીએ. પરંતુ આપણું લક્ષ્ય એક જ છે, તે ભારતનો વિકાસ અને પ્રત્યેક ભારતીયનું સશક્તીકરણ છે.

ચૂંટણીમાં શું છે વિશેષ?

મુખ્ય ચૂંટણી કમિશનર સુનીલ અરોરાએ કહ્યુ છે કે આ વખતે 90 કરોડ મતદાતા વોટિંગ કરશે. મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યુ છે કે ગત લોકસભા ચૂંટણી કરતા 2019ની લોકસભા ચૂંટણી વખતે 8.43 કરોડ મતદાતાઓ વધ્યા છે. દેશભરમાં મતદાન માટે 10 લાખ બૂથ બનાવવામાં આવ્યા છે. આ વખતે ઈવીએમ મશીનો પર તમામ ઉમેદવારોની તસવીર પણ રહેશે. આ વખતે 1.5 કરોડ યુવાનો પહેલીવાર વોટિંગ કરશે. તેમની વયમર્યાદા 18થી 19 વર્ષની વચ્ચેની છે.

ચૂંટણી પંચે ઈવીએમની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ઈવીએમને લાવવા-લઈ જવામાં વપરાતી તમામ પોલિંગ પાર્ટીઓની ગાડીઓમાં જીપીએસ લગાવવાનો નિર્ણય કર્યો છે. આખી પ્રક્રિયાની વીડિયોગ્રાફી કરવામાં આવશે. ચૂંટણી પંચે લોકસભા ચૂંટણી માટે હેલ્પલાઈન નંબર- 1950 જાહેર કર્યો છે. ચૂંટણી પંચે ફરિયાદ માટે એક એપ લોન્ચ કરી છે. તેમાં ફરિયાદ કરવા પર 100 કલાકની અંદર કાર્યવાહી કરાશે. ચૂંટણી પંચના કંટ્રોલ રૂમમાં 24 કલાક ફરિયાદ કરી શકાશે.