દિલ્હીઃ આગામી વર્ષે પશ્ચિમ બંગાળ સહિત પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જે માટે ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણી પંચના અધિકારીઓ તમિલનાડુ અને પશ્ચિમ બંગાળની મુલાકાતે જશે. જ્યારે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ સાથે વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, અસમ, કેરલ અને પોંડીચેરી વિધાનસભાનો કાર્યકાળ આગામી એપ્રિલથી જૂનની વચ્ચે પૂર્ણ થશે. જેથી આ પાંચ રાજ્યોમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જેની તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા પણ શરૂ કરી દેવામાં આવી છે. આગામી દિવસોમાં ચૂંટણીપંચના બે ઉચ્ચ અધિકારીઓ પશ્ચિમ બંગાળ અને તમિલનાડુ જશે. ચૂંટણીપંચના મહાસચિવ ઉમેશ સિન્હા આગામી સપ્તાહે તમિલનાડું અને ઉચ્ચ અધિકારી સુદીપ જૈન પશ્ચિમ બંગાળ જાય તેવી શકયતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, આ પાંચેય રાજ્યોમાં યોજનારી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીયપક્ષો વચ્ચે ખરાખરીનો જંગ જામશે.