Site icon Revoi.in

લોકસભા ચૂંટણીની તારીખ આવતીકાલે ચૂંટણીપંચ જાહેર કરશે, કેટલાક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાશે

Social Share

નવી દિલ્હીઃ દેશમાં લોકસભા ચૂંટણીની તારીખોની આવતીકાલે શનિવારે જાહેર કરવામાં આવશે. આ ઉપરાંત કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ જાહેરાત કરવામાં આવે તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, લોકસભા ચૂંટણીની સાથે કેટલાક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીની પણ કાલે જાહેરાત કરવામાં આવશે. ચૂંટણીપંચ બપોરના 3 કલાકે ચૂંટણીની સત્તાવાર જાહેરાત કરશે.

લોકસભાની ચૂંટણીને લઈને તમામ રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ પોતાના ઉમેદવારોના નામ પણ જાહેરાત કરી દીધા છે. બીજી તરફ લાંબા સમયથી ચૂંટણીની જાહેરાતની રાહ જોવાથી હતી. આવતીકાલે લોકોની આતુરતાનો અંત આવશે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. સમગ્ર દેશમાં લોકસભાની ચૂંટણીની જાહેરાત બાદ આચારસંહિતાનો પણ અમલ કરવામાં આવશે. ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં 400થી વધારે બેઠકોનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. બીજી તરફ કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓએ ભાજપાને સત્તાથી દૂર રાખવા માટે ઈન્ડિ ગઢબંધન બનાવ્યું છે.

ગત વખતે લોકસભા ચૂંટણીની તારીખો 10મી માર્ચ 2019માં કરવામાં આવી હતી. વર્ષ 2019માં સાત તબક્કામાં મતદાન યોજાયું હતું. 11મી એપ્રિલના રોજ પ્રથમ તબક્કાનું અને 19મી મે ના રોજ સાતમા તબક્કાનું મતદાન યોજાયું હતું. જ્યારે 23મી મે ના રોજ મત ગણતરી હાથ ધરવામાં આવી હતી.
વર્ષ 2019માં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં ભાજપા સૌથી મોટો પક્ષ તરીકે ઉભરી આવ્યો હતો. ભાજપાનો 303 બેઠકો ઉપર વિજ્ય થયો હતો. 543 સભ્યોની લોકસભાની ચૂંટમીમાં બહુમથી માટે 272 બેઠકો જરુરી છે. જેની સામે ભાજપાએ વધારે બેઠકો જીતી હતી. જ્યારે કોંગ્રેસને 52, ડીએમકેને 24, વાયએસઆરસીસી અને ટીએમસીને 22-22 બેઠકો મળી હતી.