- હિમાચલ પ્રદેશમાં ચૂંટણીની તારીખ થઈ જાહેર
- 12 નવેમ્બરે યોજાશે ચૂંટણી
- 8 ડિસેમ્બરે થશે મતગણતરી
દિલ્હીઃ- ચૂંટણી કમિશને આજરોજ હિમાચલ પ્રદેશમી ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે જે પ્રમાણે હિમાચલ પ્રેદશમાં એક તબક્કામાં 12 નવેમ્બરના રોજ ચૂંટણી યોજાશે જ્યારે 8 ડિસેમ્બરના રોજ મતગણના કરવામાં આવશે.
ચૂંટણી માટેનું નોટિફિકેશન 17 ઓક્ટોબરે બહાર પાડવામાં આવશે. 8મી ડિસેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે. પંચે હજુ સુધી ગુજરાતની ચૂંટણી માટે કંઈપણ જાહેર કર્યું નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિવાળી પછી ગુજરાત ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી શકે છે.
આ છે ચૂંટણીને લગતી માહિતી
- નોટિફિકેશનની તારીખ- 17 ઓક્ટોબર 2022
- નોમિનેશન દાખલ કરવાની અંતિમ તારીખ- 25 ઓક્ટોબર છે
- નોમિનેશન ફોર્મ ચકાસણીની તારીખ 27 ઓક્ટોબર રખાઈ છે
- ઉમેદવારી પરત ખેંચવાની તારીખ 29 ઓક્ટોબર નક્કી કરાઈ છે
- મતદાન 12 નવેમ્બર થશે
- મતગણતરી 8 ડિસેમ્બરે કરવામાં આવશે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે રાજ્યમાં 7 હજરા 811 મતદાન મથકો બનાવવામાં આવશે.આ સાથે જ 55 લાખ 07 હજાર 261 મતદારો મતદાન કરી શકશે. બીજી તરફ એક લાખ 86 હજાર 681 મતદારો પ્રથમ વખત મતદાન કરવા જદઈ રહ્યા છે.મતદાતાઓમાં કુલ બે લાખ 78 હજાર 208 પુરૂષ અને બે લાખ 72 હજાર 16 મહિલાઓ સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે હિમાચલ પ્રદેશમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે બીજેપીના નેતાઓની મુલાકાત પમ વધી રહી છે હિમાચલની જનતાને રિઝવવાના સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એક દિવસ અગાઉ જ પીએમ મોદી પણ હિમાચલના ઊના ખાતે પહોચ્યા હતા જ્યા અનેક યોજનાઓનું લોકાર્પણ અને ઉદ્ધાટન કર્યું હતું અને રાજ્યની નજતાને દીવાળી પહેલા ઘણી ભેંટ આપી હતી.