Site icon Revoi.in

ભાવનગર જિલ્લાના 473 ગામોની ચૂંટણી 19મી ડિસેમ્બરે, ગ્રામ પંચાયતો સમરસ બનાવવાના પ્રયાસો

Social Share

ભાવનગરઃ ગુજરાતમાં 10 હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીની તારીખ  જાહેર કરવામાં આવી છે.  જેમાં ભાવનગર જિલ્લામાં 437 ગામડાંઓમાં તા.19મી ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે અને આ ચૂંટણીનું પરિણામ તા. 22મી ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે. દરમિયાન જિલ્લાના સત્તાધિશો દ્વારા વધુને વધુ ગ્રામ પંચાયતો બિનહરિફ યાને સમરસ બને તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

ભાવનગર જિલ્લાના 660 ગામોમાંથી 437 ગામોમાં 19 ડિસેમ્બરના રોજ ચૂંટણી યોજાશે. ભાવનગર જિલ્લાના 437 ગામોમાં સોમવારથી આચારસંહિતા લાગું પડી ગઈ છે. જેમાં સામાન્ય ચૂંટણીનાં ગામો 307, પેટા ચૂંટણીનાં 124 ગામો, મધ્યસત્ર ચૂંટણીના 6 ગામોમાં ચુંટણી યોજાશે. ભાવનગર જિલ્લામાં કુલ 339 સરપંચો ચૂંટાશે. નોંધનીય છે કે ભાવનગર જિલ્લામાં મતદાન મથકોની સંખ્યા 1063 છે, જેમાં સામાન્ય ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 851, પેટા ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 189, મધ્ય સત્રની ચૂંટણીના મતદાન મથકોની સંખ્યા 23 છે. ભાવનગર જિલ્લામાં ચૂંટણીમાં કુલ મતદારો 6 લાખ 58 હજાર 383 રહેશે.

રાજ્યના ચૂંટણીપંચ દ્વારા ગ્રામપંચાયતની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી હતી.જેમાં ભાવનગર જિલ્લાના 473 ગામોનો સમાવેશ થાય છે. આ ચૂંટણી માટે 19 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે, જ્યારે 21 ડિસેમ્બરના રોજ મતગણતરી હાથ ધરવામાં આવશે. જો કે, આ ચૂંટણી માટે બેલેટ પેપર દ્વારા મતદાન યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લાઓમાં ભાજપ-કોંગ્રેસ-આપની તૈયારી પૂરજોશમાં ચાલી રહી છે. ગ્રામ પંચાયતોની આ ચૂંટણી માટે ભાજપ સરકાર અને સંગઠને તૈયારી શરૂ કરી દીધી છે, પણ વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી હજુ સંગઠનની રચનામાં અટવાયેલા છે. આમ ભાજપ વિરૂદ્ધ આપ પાર્ટી પોતાની ધમાકેદાર એન્ટ્રી કરી શકે તેવી શક્યતાઓ છે.