અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને લીધે મંગળવારે કમલમ ખાતે ભાજપ ના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક મળી હતી. સી. આર. પાટીલ ની અધ્યક્ષતામાં મળેલી બેઠક બે કલાક ચાલી હતી. આ બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે એવી ટકોર કરી હતી કે, ચૂંટણીમાં કોઈ એકને ટિકિટ આપી શકાતી હોય છે. જે ઉમેદવારોને ટિકિટ આપીને તેમને જંગી બહુમતીથી જીતાડવા સૌ કામે લાગી જાય, કોઈને પણ કંઈ તકલીફ હોય તો તત્કાલ મને જાણ કરો. નુકસાન થઇ ગયા બાદ કારણ જાણવામાં કોઇ રસ નથી.
ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે મંગળવારે પક્ષના તમામ ધારાસભ્યો, જિલ્લા પ્રમુખો, જિલ્લા પ્રભારી અને ક્લસ્ટર પ્રભારીઓની બેઠક સી.આર પાટિલના અધ્યક્ષસ્થાને મળી હતી. આ બેઠકમાં તમામ લોકસભા બેઠકો 5 લાખની સરસાઇ થી જીતવાનું આયોજન, બુથ નબળા હોય તો વધુ મજબુત કરવાની સૂચના અને ચૂંટણી દરમિયાન કોઈ પણ પ્રકારની તકલીફ પડે તો પ્રદેશ કાર્યાલયનો સીધો સંપર્ક કરવાની સૂચના સાથે જિલ્લામાં કોઈ પણ ઉમેદવારો કે કાર્યકર્તાઓએ સાથે સીધા માથાકૂટમાં ઉતરવું નહિ તેવી સૂચના પ્રદેશ અધ્યક્ષ દ્વારા આપવામાં આવી છે.
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ટકોર કરી હતી કે, ચૂંટણીમાં નુકસાન થઇ ગયા બાદ કારણ જાણવામાં કોઇનેય રસ નથી. તેમજ ચૂંટણીમાં ટિકિટ કોઈ એકને જ આપી શકાય. જેથી બધાને ટિકિટ મળે તે શક્ય નથી હોતું જે સમજવું જોઇએ. કોઈપણ તકલીફ હોય તો તત્કાલ મને જાણ કરો. નુકસાન થઇ ગયા બાદ કારણ જાણવામાં કોઇ રસ નથી. સમર્થકો હશે પણ તમને જે પદ મળે તેમાં સક્ષમ બનો. તેમજ પ્રયાસ પ્રમાણિક હશે તો પાર્ટીને પરિણામ મળશે જ. તેના માટે કામ કરવું પડશે. લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ 28 માર્ચથી તમામ લોકસભામાં એક એક દિવસનો પ્રવાસ યોજશે તેમાં પણ સંગઠન સાથે બેઠક કરીને માઇક્રો પ્લાનિંગ કરવામાં આવશે. જેના સાથે જ તમામ જિલ્લા સ્તરના પદાધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે, તમામ મતદારોના ઘરે ૩-૩ વખત પહોંચવાનું રહેશે.