Site icon Revoi.in

ચૂંટણીના વાગી રહ્યા છે પડઘમ – પ્રધાનમંત્રી મોદી ગુજરાતના ત્રણ જીલ્લાઓની લેશે મુલાકાત

Social Share

અમદાવાદઃ- આજરોજ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી ચૂકી છે ત્યારે આપ પાર્ટી અને બીજેપી પાર્ટી ગુજરાતની જનતાને રિઝવવા માટે એડી ચોટીનું જોર લગાવી છે, આ પહેલા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી ચૂક્યો હતા ત્યારે ફરી તેઓ રવિવારે 6 નવેમ્બરના રોજ ગુજરાતની મુલાકાતે આવવાના છે.

પ્રાપ્ત વિગત પ્રમાણે પીએમ મોદી વલસાડજીલ્લાના કપરાડા તાલુકાની મુલાકાત લેવાના છે અહી તેઓ જંગી જનસભાને સંબોધિત પણ કરશે.વડાપ્રધાન મોદી 6 નવેમ્બરે ગુજરાત પ્રવાસે આવશે. જેમાં ભાવનગરમાં સમૂહ લગ્નમાં પણ તેઓ હાજરી આપવાના હોવાની જાણકારી  મળી રહી છે.

આ ગુજરાતની મુલાકાત દરમિયાન પીએમ મોદી સુરેન્દ્રનગરમાં પણ જનસભાનું સંબોધન કરશએ, ઉલ્લેખનીય છે કે પીએમ મોદીની આ મુલાકાત માત્ર 6 નવેમ્બરની એક જ દિવસની હશે જેમાં તેઓ ગુજરાતના જૂદા જૂદા ત્રણ જીલ્લાઓમાં પહોંચશે અને જાહેર સભાઓ સંબોધશે, 

એક તરફ જ્યા ગુજરાતમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે જ્યા બીજી તરફ બીજેપી ગુજરાતની સતત મુલાકાત લઈને અનેક કાર્યક્રમ યોજી રહી છે આ અગાઉ પીએમ મોદીએ ગુજરાતના જૂદા જૂદા જીલ્લાઓની મુલાકાત કરી છે અને અનેક કાર્યક્રમો પણ કર્યા છે.

વિધાનસભા ચૂંટણી જાહેર થાય તે પહેલા પીએમ મોદીએ ગુજરાતમાં અલગ અલગ 30 જેટલા કાર્યક્રમમોમાં હાજરી આપી છે. જેમાં અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, ભાવનગર, અંબાજી, વડોદરામા રોડ શો કર્યો છે. તેમાં ભરુચ, વલસાડ, નવસારી, આણંદ, વડોદરા, પંચમહાલ જીલ્લામા પણ સભાઓ કરીને ગુજરાતની જનતાને વિકાસના કાર્યો ગણાવીને રિઝવવાના પ્રયાસો કરી રહી છે.