Site icon Revoi.in

ગુજરાતમાં ઓગસ્ટ મહિનામાં રાજ્યસભાની 3 બેઠકો માટે ચૂંટણી યોજાશે

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં રાજ્યસભાના 3 સભ્યોની મુદત આગામી ઓગસ્ટ મહિનામાં પૂર્ણ થશે, જેથી ઓગસ્ટ મહિનામાં આ બેઠકો માટે ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ગુજરાત વિધાનસભાના ધારાસભ્ય મતદાન કરશે. રાજ્યસભાની 18 ઓગસ્ટે આ બેઠકોની 6 વર્ષની ટર્મ પુરી થઇ રહી છે. આ માટે કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના રાજ્યસભાની ચૂંટણીને લઇને જે નોડેલ ઓફિસર, ચૂંટણી અધિકારીની નિમણૂક કરવા માટેનો અગાઉ પત્ર લખવામાં આવીને જાણ કરવાવામાં આવી હતી.

સુત્રોના જણાવ્યા અનુસાર દેશના વિદેશ મંત્રી એસ.જયશંકર રાજ્યસભામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. આ ઉપરાંત જુગલ ઠાકોર અને દિનેશ અનાવડિયા પણ રાજ્યસભાના સભ્ય છે. આ ત્રણેય સભ્યોની ટર્મ આગામી દિવસોમાં પૂર્ણ થશે. જેથી આ ત્રણેય બેઠકો રાજ્યસભાની ચૂંટણી યોજાશે. વિદેશમંત્રી એસ.જયશંકરને ફરી એકવાર ભાજપા ઉમેદવાર બનાવશે. આ ઉપરાંત અન્ય સભ્યોને રિપીટ કરવામાં આવે તેવી શકયતાઓ ખૂબ ઓછી છે. બીજી તરફ વિધાનસભાની અંદર કોંગ્રેસના ધારાસભ્ય બળ ઓછુ હોવાથી આ ત્રણેય બેઠકો ઉપર ભાજપના જ ઉમેદવારો વિજય થાય તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. બીજી તરફ રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપાએ કવાયત તૈજ બનાવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભામાં કુલ 182 બેઠકો પૈકી ભાજપને 156, કોંગ્રેસને 17 અને આમ આદમી પાર્ટીને 5 જ્યારે અન્યને 4 સીટો મળી છે. જેમાં એક સીટ સમાજવાદી પાર્ટીને જ્યારે 3 સીટો અપક્ષ ઉમેદવારને મળી છે. વર્ષ 2022માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપનો ભવ્ય વિજય થયો હતો.