આજે દેશના 15 માં રાષ્ટ્રપતિ પદ માટેની ચૂંટણી યોજાશે -દ્રોપદી મુર્મૂની જીતવાની આશા
- આજે રાષ્ટ્રપતિના પદ માટેની ચૂંટણી
- દ્રોપદી મુર્મૂની જીતવાની આશા
દિલ્હીઃ- છેલ્લા કેટલાક દિવસોથી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીને લઈને ચર્ચાઓ ચાલી રહી છે, ઉલ્લેખનીય છે કે બીજેપી પક્ષ તરફથી દ્રોપદી મુર્મૂને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે આ સાથે જ તેની જીતની આશઆઓ પણ સેવાઈ રહી છે.
દેશના 15માં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે આજે મતદાન યોજાનાર છેશ. આ મતદાનમાં કુલ 4 હજાર 800 ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યો ભાગ લેશે. ચૂંટણીમાં એનડીએના ઉમેદવાર દ્રૌપદી મુર્મુની જીત તેમજ દેશના સર્વોચ્ચ બંધારણીય પદ પર પ્રથમ વખત આદિવાસી મહિલાનો તાજ નિશ્ચિત માનવામાં આવી રહ્યો છે
દ્રૌપદીએ 27 પક્ષોના સમર્થન અને લગભગ 6.65 લાખ મતોથી વિપક્ષી ઉમેદવાર યશવંત સિન્હાને પાછળ પછાળી દીધા છે. માત્ર 14 પક્ષોના સમર્થનથી સિંહાને લગભગ 3.62 લાખ મત મળવાની ધારણા છે.
આજરોજથી સંસદનું ચોમાસુ શરુ થશે જે ને ૧રમી ઓગષ્ટ સુધી ચાલશે. સત્ર દરમિયાન કુલ ૧૮ બેઠક યોજાશે. આ સત્ર એટલા માટે પણ મહત્વપુર્ણ છે કે આજરોજ રાષ્ટ્રપતિની ચુંટણી યોજાવા જઈ રહી છે, જયારે ઉપરાષ્ટ્રપતિની ચુંટણી છઠૃી ઓગષ્ટે થશે.
ઉલ્લેખનીય છે ક ેદેશભરમાં મોંધવારીને લઈને વિક્ષ આ સત્રમાં હંગામો મચાવીશકે છે જ્યારે સત્ર દરમિયાન કેટલાક મહત્વના વિધેયકો રજુ કરવાની સંભાવના છે. જેમાં પરીવાર ન્યાયાલય સુધારા વિધેયક, વન સંરક્ષણ સુધાારા વિધેયક અને પ્રેસ અને પત્રિકા રજીસ્ટ્રેશન વિધેયક 2022 નો સમાવેશ થાય છે.
વિતેલા દિવસે એટલે કે ચૂંટણીના એક દિવસ પહેલા જ રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુ ગુજરાતની મુલાકાતે આવ્યા હતા. અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રીએ તેમનું સ્વાગત કરીને આવકાર્યા હતા. અમદાવાદની નારાયણી હાઇટ્સ હોટલમાં તેઓની એનડીએ ના સમર્થક દળના ધારાસભ્યો અને સાંસદો સાથે બેઠક યોજાઈ હતી. આ માટે તમામ ધારાસભ્યો, પૂર્વ મંત્રીઓ તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના મંત્રીઓ હાજર રહ્યા હતા.શ્રીમતી મુર્મુએ અમદાવાદમાં ગુજરાત ભાજપના ધારાસભ્યોને સંબોધિત કર્યા હતા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી ભારતી પવાર અને રાષ્ટ્રીય સચિવ ઋતુરાજ સિંહા પણ હતા.