Site icon Revoi.in

પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે, 20થી 22મી ડિસેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે

Social Share

નવી દિલ્હીઃ આર્થિક મુશ્કેલીમાંથી પસાર થઈ રહેલા પાકિસ્તાનમાં છેલ્લા કેટલાક સમયથી લોકસભાની ચૂંટણી લઈને ચર્ચા વહેતી થઈ હતી. દરમિયાન પાકિસ્તાનમાં 8મી ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાશે. જેને લઈને સુપ્રીમ કોર્ટના આદેશને લઈને ચૂંટણીપંચે ચૂંટણી શિડ્યુઅલ જાહેર કર્યું છે. ઉમેદવારો તા. 20થી 22 ડિસેમ્બર સુધીમાં પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી શકશે.

ચૂંટણી પંચ દ્વારા જાહેર કરાયેલા કાર્યક્રમ અનુસાર, ઉમેદવારોની યાદી 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે, ત્યારબાદ 24 થી 30 ડિસેમ્બર દરમિયાન ઉમેદવારી પત્રોની ચકાસણી કરવામાં આવશે. જો રિટર્નિંગ ઓફિસરો દ્વારા પેપર્સ નામંજૂર કરવામાં આવે છે, તો અપીલ દાખલ કરવા માટે 3 જાન્યુઆરી સુધીનો સમય આપવામાં આવશે, જ્યારે આ અપીલો પર અંતિમ નિર્ણય 10 જાન્યુઆરી સુધીમાં લેવામાં આવશે અને અંતિમ યાદી 11 જાન્યુઆરીએ પ્રસિદ્ધ કરવામાં આવશે. 13મી જાન્યુઆરીએ ચૂંટણી પ્રતીકોની ફાળવણી થશે. તમામ પક્ષોને ચૂંટણી ચિન્હ આપવામાં આવશે. આ પછી ચૂંટણી પંચ થોડા દિવસો સુધી મતદાનને લગતી તમામ તૈયારીઓ કરી લેશે. દરમિયાન, ચૂંટણી પંચ દરેક ખામીઓને સુધારવાનો પ્રયાસ કરશે અને ત્યારબાદ 8 ફેબ્રુઆરીએ ચૂંટણી યોજાશે.

પાકિસ્તાનના નીચલા ગૃહને ભંગ થયાને 90 દિવસથી વધુ સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી ચૂંટણી ન કરાવવા પાછળ ચૂંટણી પંચનો હાથ છે. ચૂંટણી પંચે કહ્યું હતું કે, તે આટલી જલદી ચૂંટણી નહીં કરાવી શકે. પાકિસ્તાનના ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સામાન્ય હિતોની પરિષદે 2023ની ડિજિટલ વસ્તી ગણતરીના પરિણામોને મંજૂરી આપ્યા બાદ, પંચે મતવિસ્તારોને ફરીથી સીમાંકન કરવું પડ્યું. આ પણ એક કારણ હતું જેના કારણે ચૂંટણીમાં વિલંબ થયો હતો. પાકિસ્તાનમાં ચાર પ્રાંત છે. સિંધ, પંજાબ, ખૈબર પખ્તુનખ્વા અને બલૂચિસ્તાન. પાકિસ્તાનના ચૂંટણી પંચે કહ્યું છે કે આ ચૂંટણી ચારેય પ્રાંતોની એસેમ્બલીમાં મહિલાઓ અને બિન-મુસ્લિમો માટે આરક્ષિત બેઠકો પર લાગુ થાય છે.