અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ચૂંટણીઃ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી તાલીમ અપાઈ
અમદાવાદઃ શહેરમાં કોર્પોરેશનની ચૂંટણીનો ધમધમાટ તેજ બન્યો છે. દરમિયાનઅમદાવાદ શહેર પોલીસ બાદ ટ્રાફિક પોલીસને ચૂંટણીલક્ષી માર્ગદર્શન અને તાલીમનું સેમિનાર યોજાયો હતો. શહેરમાં મહાનગર પાલિકાની ચૂંટણીની જોર-શોરથી ચાલતી તૈયારીઓ વચ્ચે પોલીસની શું ફરજ છે, અને કઈ રીતે તેનો પાલન કરવું, તે માટે 2 દિવસની ટ્રેનિંગનું આયોજન કરાયુ હતું. જેમાં અનેક પોલીસ કર્મચારીઓ હાજરી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર ચૂંટણીની સાથે-સાથે ટ્રાફિક પોલીસને અવેરનેસ, ફિટનેસ બાબતે દેશના અલગ અલગ 6 જેટલા સ્પીકરો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. મહાનગરપાલીકાની ચૂંટણીમાં રાજ્ય ચૂંટણીપંચે કરેલી જોગવાઈ મુજબ પોલીસની શુ સત્તા છે, શુ ફરજો અને જવાબદારીઓ છે, અને આ જવાબદારી કઈ રીતે નિભાવવી અને કઈ બાબતમાં કોઈ પ્રકારનુ ભંગ થાય તો કોગ્નીજીબલ ગુનો છે કે નોન કોગ્નીઝીબલ ગુના છે તે બાબતની ટુંકી અને સારી સમજ આપવાનું આયોજન કરાયુ હતું.
અમદાવાદ સહિત છ કોર્પોરેશન માટે તા. 21મી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે. ભાજપ અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચાર શરૂ કરવામાં આવ્યો છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાય રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે.