Site icon Revoi.in

ભારતમાં ઈલેક્ટ્રિક કાર અને બાઈક થશે સસ્તીઃ સરકાર લાવશે નવી પોલિસી

Social Share

દિલ્હીઃ દેશમાં ઈલેક્ટ્રિક વાહનોના વપરાશને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રની મોદી સરકાર પ્રયત્ન કરી રહી છે. હવે ઈલેક્ટ્રીક વાહનો લોકો વપરાશ કરતા થાય તે માટે સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા અધિસૂચના જાહેર કરી છે. જેમાં બેટરી સંચાલિક વાહનોના નોંધણી પ્રમાણપત્ર જાહેર કરવા અને નવીનીકરણ કરવા અને નોંધણીના માર્કના અસાઈનમેન્ટ માટેની રકમની ચૂંકવણીમાં રાહત આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

સુત્રોના જણાવ્યા અનુસાર નવા ઈલેક્ટ્રીક વાહોનીની ખરીદી ઉપર તેના રજિસ્ટ્રેશન સર્ટીફિકેટ અથવા રેનુઅલ માટે લેવાની રકમ માફ કરવાનું સરકાર વિચારી રહી છે. કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 81માં એક લાઈન જોડવા ઉપરાંત આ મુસદ્દો અધિસૂચનામાં કોઈ વિવરણ નથી. આ અધિસૂચનામાં જણાવાયું છે કે, બેટરીથી ચાલતા વાહનો માટે નિયમ 2(યુ)માં પરિભાષિત કરાયું છે. નોંધણીના પ્રમાણપત્ર જાહેર કરવા અને નવીનીકરણ તથા અન્ય રજિસ્ટ્રેશન માર્કને અસાઈનમેન્ટ માટે ચુકવવામાં આવતી રકમમાં મુક્તિ આપવી જોઈએ. નિયમ 2 (.) એક બેટરી સંચાલિત વાહનોને ઈલેક્ટ્રિક મોટર દ્વારા સંચાલિત વાહનના રૂપમાં પરિભાષિત કરવું છે. જેનાથી બેટરી દ્વારા ઉર્જા મળે છે. મંત્રાલય દ્વારા આવા વાહનોને છૂટ આપવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે.

મંત્રાલયનું માનવું છે કે, આ પ્રયાસથી દેશમાં ઈલેક્ટ્રીક વાહનોના પ્રયોગને પ્રોત્સાહન મળશે. છેલ્લા કેટલાક વર્ષોમાં સમગ્ર દેશમાં ઈલેકટ્રીક વાહનોની ડિમાન્જમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને ટુ-વ્હીલર ઈલેક્ટ્રિક વાહનોમાં લોકો રસ દાખવી રહ્યાં છે. પેસેન્જર વ્હીકલ સેગ્મેન્ટ Tata Nexon EV દેશની બેસ્ટ સેલિંગ ઈ-કાર છે. આ ઉપરાંત મારૂતિ સુઝુકી પણ ઝડપથી નવી ઈલેક્ટ્રીક કાર લોન્ચ કરવાની છે.