Site icon Revoi.in

દિલ્હીમાં  વિજળી પર આપવામાં આવતી સબસિડી ચાલુ રહશે, એલજીએ  ફાઈલને આપી મંજૂરી

Social Share

દિલ્હીઃ-  વિતેલા દિવસને શુક્રવારના રોજ દિલ્હીની  સરકારે અચાનક સબસિડીવાળી વિજળી આપવાનું બંધ કરવાનો નિર્ણય લીઘો હતો.આમ આદમી પાર્ટીની દિલ્હી સરકારે લોકોને આપવામાં આવતી મફત વીજળી સબસિડી બંધ કરવાની જાહેરાત કરી હતી અને આ માટેનું કારણ એલજીએ મંજૂરી ન આપવાનું જણાવાયું હતું.

જ્ દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ દાવો કર્યો કે શનિવારથી દિલ્હીમાં મફત વીજળી અપાશે નહી, તો LGએ પણ વળતો જવાબ આપ્યો. મંત્રીએ LG પર ફાઇલ પોતાની પાસે રાખવાનો આરોપ લગાવ્યો. બંન્ને પક્ષો તરફથી આક્ષેપબાજી બાદ આખરે સાંજે દિલ્હીવાસીઓને રાહત મળી છે.

સબસિડીની ફાઇલને મંજૂરી આપવામાં આવી છે આ મંજૂરી  આપતી વખતે, એલજીએ ઉર્જા પ્રધાનને બિનજરૂરી રાજકારણ, ખોટા આરોપોથી દૂર રહેવા અને દિલ્હીના લોકોને ગેરમાર્ગે ન દોરવાની સલાહ આપી છે. બીજી તરફ સબસિડી મામલે એલજીને લીલી ઝંડી મળવાનો શ્રેય લેતા દિલ્હી સરકારે કહ્યું કે તેમના પ્રયાસોથી જનતાના ગુસ્સાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.

શુક્રવારના રોજ દિલ્હીના ઉર્જા મંત્રી આતિશીએ શુક્રવારે મીડિયાની સામે લેફ્ટનન્ટ ગવર્નર પર નિશાન સાધતા કહ્યું કે તેમણે વીજળી સબસિડી સંબંધિત ફાઇલ અટકાવી દીધી છે. વધુમાં કહ્યું કે તેણે એલજીની ઓફિસમાં મેસેજ મોકલીને માત્ર 5 મિનિટનો સમય માંગ્યો, પરંતુ જવાબ મળ્યો નહીં. એલજીને ફાઈલ જલ્દી પાસ કરવા વિનંતી કરતા કહ્યું કે જો વિલંબ થશે તો વીજળી બિલમાં સબસિડી નહીં મળે.

જોકે આ તમામ રાજકરણ જંગ બાદ હવે સબસિડી ફાઈલને એલજી દ્રારા પરવાનગી આપવામાં આવી છએ એઠલે કે દિલ્હી વાસીઓને મળતી વિજળઈ પરની સબસિડી યથાવત રાખવામાં આવશએ,જેથી દિલ્હીના લોકોએ ફરી રાહતના શ્વાસ લીધા હતા.