રાજ્યભરમાં સસ્તા અનાજની દુકાનોમાં ગ્રાહકો હવે છેતરાશે નહી – ઈલેક્ટ્રોનિક વજનકાંટા ફરજિયાત કરાશે
- સસ્તા અનાજની દુકાનમાં ઈ.વજનકાંટો ફરજિયાત
- હવે ગ્રાહકોને છેતરતા બચાવી શકાશે
અમદાવાદઃ- રાજ્યભરમાં અનેક લોકો સસ્તા અનાજની દુકાનેથી અનાજ લેતા હોય છે, બીપીએલ કાર્ડ હેઠળ આવતા વર્ગો આ સેવાનો લાભ લે છે, જો કે દુકાનદારો માપતોલમાં ગ્રાહકોને સરળતાથી છેતરી લે છે અને વજન ઓછો કરીને ગ્રાહકોને અનાજ આપતા હોય છે જો કે હવે રાજ્યમાં ગ્રાહકોને છેતરતા દુકાનદારો માટે વજનકાંટાને લઈને નવો નિયમ અમલમાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજ્યની હજારો રાશનની દુકાનોમાં રાજ્ય સરકાર આગામી વર્ષથી ઇલેક્ટ્રોનિક વજનકાંટા ફરજિયાત બનાવા જઈ રહી જે અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્રારા પુરો પાડવામાં આવશે, જેના કારણે સસ્તા અનાજની દુકાનોએ થતી ગેરરીતિ અને છેતરપિંડીની ઘટનાઓને કાબૂમાં લઈ શકાશે.
આ સમગ્ર બાબતે અનાજ-નાગરિક પુરવઠા તેમજ ગ્રાહક સુરક્ષા મંત્રીએ જણાવ્યું હતું કે નાગરિક પુરવઠા નિગમના ગોડાઉનમાંથી વ્યાજબી ભાવના દુકાનદારોને પુરો પાડવામાં આવતો અનાજ અને અન્ય ચીજવસ્તુઓનો જથ્થો ગરીબ પરિવારોને પુરતો મળી રહે અને તેમાં છેતરપિંડી ન થાય તે હેતુથી સરકાર તરફથી આગામી એપ્રિલ મહિના પછી 200 કિલોગ્રામના ઇલેક્ટ્રોનિક્સ વજનકાંટાનું વિતરણ કરાશે, જેથી ગ્રાહકો સાથે છેતરપિંડી અટકાવી શકાશે.
આ સાથે જ રાજ્યના પબ્લિક ડીસ્ટ્રીબ્યુશન સોફ્ટવેર સાથે જોડવામાં આવશે. આથી, દુકાન ખાતે પહોંચેલો જથ્થો ઓટોમેટીક સીસ્ટમમાં રીયલ ટાઈમની નોંધણી કરશે જેથી દરેક દુકાનદારો પણ નજરલપણ રહેશે.
આ સાથએ જ હવે સસ્તા અનાજના દુકાનદાર દ્વારા એન.એફ.એસ.એ. કાર્ડધારકોને આપવામાં આવતો જથ્થો ઓનલાઈન નોંધાશે એટલે કે ગરીબોના મળતું અનાજ ખાનગી માર્કેટમાં જતું રહેવાની ગેરરિતીને કંટ્રોલ કરી શકાશે.