તામારા ખોરાકમાંથી આ વસ્તુઓને કરી દો દૂર- રોગપ્રતિકારક શક્તિને આ ખાદ્યપ્રદાર્થો બનાવે છે કમજોર
- રોગપ્રતિકાર શક્તિ નબળી બનાવે છે તળેલો ખોરાક
- મેંદો અને ઠંડાપીણા પર ખાવામાંથી કરો દૂર
ચીનમાં કોરોના વકરી રહ્યો છે તેવી સ્થિતિમાં ભારતકની સરકાર પણ સતર્ક બની છે,જો કે વ્યક્તિ ગત આપણે પણ ધ્યાન રાખવું જરુરી બને છએ.ખાસ કરીને ખોરાકની બાબતોમાં ધ્યાન રાખવું જોઈએ જેથી કરીને તમારી રોગપ્રતિકાર શક્તિ સ્ટ્રોંગ બને ,ત્યારે ખાસ એવો ખારોક ખાવાનું ટાળવું જોઈએ કે જેથી તમારી રોગપ્રતિકારક શક્તિ કમજોર ન પડે.તો ચાલો જાણીએ એવો ખોરાક કે જેને ખોરાકમાંથી કરવો જોઈએ દૂર.
મેંદોઃ- ઘણીવાર લોકો સફેદ લોટમાંથી બનેલી વસ્તુઓનું સેવન કરે છે. આરોગ્ય નિષ્ણાતો લોટ ન ખાવાની સલાહ આપે છે. સફેદ લોટની બનેલી વસ્તુઓનું સેવન કરવાથી ઘણું નુકસાન થઈ શકે છે. નિષ્ણાતોના મતે રિફાઈન્ડ લોટ આંતરડામાં ચોંટી જાય છે અને પાચનમાં અવરોધ ઊભો કરે છે.
ઘ્રુમપાન – જો કે ધૂમ્રપાનને ફેફસાં માટે હાનિકારક માનવામાં આવે છે, પરંતુ તેનાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે. નિષ્ણાતો ધૂમ્રપાન ન કરવાની ભલામણ કરે છે. શરીરના એકંદર સ્વાસ્થ્ય માટે સિગારેટનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.
દારુનું સેવન –આલ્કોહોલ ખૂબ જ હાનિકારક માનવામાં આવે છે. દારૂ પીવાથી લીવરની બીમારી થઈ શકે છે. આ સિવાય આલ્કોહોલનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડે છે. આવી સ્થિતિમાં જે લોકો દારૂનું સેવન કરે છે તેઓ સરળતાથી કોરોનાની ઝપેટમાં આવી શકે છે.
તળેલી વસ્તુઓ – ખાસ કરીને ડિપ ફ્રાય કરેલી વસ્તુઓ ગળાના દુખાવો અને શરદીનું કારણ બને છે છેવટે કફ ઉત્પન્ન થાય છે અને છાતીમાં કફ જામી જાય છે આવી સ્થિતિમાં તળેલા ખોરાક ખાવાનું અવોઈડ કરવું જોઈએ નહી તો તમારી રોગપ્રતિકારક શક્તિ ઘટી શકે છે.