Site icon Revoi.in

એલન મસ્કએ ટ્વીટરનો લોગો બદલ્યો, બ્લૂ બર્ડની જગ્યાએ જોવા મળ્યો ‘ડોગ’નો લોગો

Social Share

દિલ્હીઃ- જ્યારથી એલન મસ્કે ટ્વિટરની માલિકી ખરીદી છે ત્યારથી ટ્વિટરમાં અનેક બદલાવ આવ્યા છે જેને લઈને તેના સીઈઓ એલન મસ્ક સતત ચર્ચામાં રહે છે ત્યારે હવે મસ્કએ કહ્યું હતું કે 1 એપ્રિલથી લેગસી એટલે કે ફ્રી બ્લુ ટિક દૂર કરવામાં આવશે. એલોન મસ્કએ કહ્યું છે કે તમામ ફ્રી બ્લુ ટિક હટાવી દેવામાં આવશે, એટલે કે ફ્રી યુઝર્સ માટે બ્લુ ટિકની કોઈ સુવિધા નહીં હોય, પરંતુ આજે એટલે કે 3 એપ્રિલે ફ્રી એટલે કે લેગસી બ્લુ ટિક એકાઉન્ટમાં હટાવાયુ નથી જો કે એક નવો બદલાવ જોવા મળ્યો છે.

જ્યારથી એલોન મસ્કે ટ્વિટર લીધું છે ત્યારથી તેણે ઘણા ફેરફારો કર્યા છે. પહેલા બ્લુ ટિક માટે સબસ્ક્રિપ્શન સેવા શરૂ કરી, હવે તેઓએ ટ્વિટરનો જ લોગો બદલી નાખ્યો છે. હવે લોગોમાં બ્લુ બર્ડને બદલે કૂતરો દેખાય રહ્યો છે.

ટ્વિટર પર જોવા મળેલો નવો લોગો અને ઈલોન મસ્કનું ટ્વીટ એકસમાન લાગે છે. સોમવારે રાત્રે, ટ્વિટર યૂઝર્સ એ જ્યારે ટ્વિટર પર વાદળી પક્ષીને બદલે કૂતરાનો લોગો જોયો ત્યારે ચિંતામાં સરી પડ્યા . થોડી જ વારમાં ટ્વિટર પર યુઝર્સ તરફથી ટ્વીટ કરનાવો પુર ચાલુ થયો#DOGE ટ્વિટર પર ટોપ ટ્રેન્ડિંગ શરૂ કર્યું.

આ સાથે જ આ બદલાવથી લોકો એકબીજાને પૂછી રહ્યા હતા કે શું તમે બધાે પણ  ટ્વિટરના લોગોમાં કૂતરો જોયો છે. જો લોગો લાંબા સમય સુધી સમાન રહ્યો, તો વપરાશકર્તાઓને લાગ્યું કે મસ્કે ખરેખર ટ્વિટર લોગો બદલ્યો છે.

મોડી રાત્રે જ્યારે ઈલોન મસ્કનું ટ્વીટ આવ્યું ત્યારે સમજાયું કે ટ્વિટર હેક થયું નથી, પરંતુ ટ્વિટરના માલિક ઈલોન મસ્કનો પોતે આમ કર્યું છે. મસ્કે એક ફોટો શેર કર્યો જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો હતો. અને ટ્રાફિક પોલીસના હાથમાં લાયસન્સ હતું, જેના પર વાદળી પક્ષીનો ફોટો હતો. કૂતરો કહેતો હતો કે આ જૂનો ફોટો છે. મસ્કની આ પોસ્ટ પરથી લાગે છે કે તેણે ટ્વિટરનો લોગો બદલ્યો છે