ટ્વિટર ખરીદ્યા બાદ એલન મસ્કએ સીઈઓ પરાગ અગ્રવાલને હટાવ્યા
દિલ્હી:ટેસ્લાના સીઈઓ એલન મસ્ક ટ્વિટરના નવા માલિક બની ગયા છે.અહેવાલ મુજબ, એલન મસ્કના માલિક બન્યા બાદ જ ટ્વિટરના સીઇઓ પરાગ અગ્રવાલ અને સીએફઓ નેડ સેગલને કંપનીમાંથી ટર્મિનેટ કરવામાં આવ્યા છે.એટલું જ નહીં, તેને કંપનીના હેડક્વાર્ટરની બહાર પણ કાઢવામાં આવ્યા હતા.
એલન મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી.તેણે શેર દીઠ 54.2 ડોલર પ્રતિ શેરના દરે 44 અરબ ડોલરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ખરીદવાની ઓફર કરી હતી.પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી.આ પછી, 8 જુલાઈના રોજ મસ્કે ડીલ તોડવાનું નક્કી કર્યું.
ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં તેણે પોતાનું સ્ટેન્ડ બદલી નાખ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા.એલન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.
હાલમાં જ એવા સમાચાર આવ્યા હતા કે,ટ્વિટરમાં એલન મસ્કની એન્ટ્રી બાદ કંપનીના કર્મચારીઓની નોકરી જઈ શકે છે.