- એલન મસ્ક એ પીએમ મોદીને ફોલો કર્યા
- એલન મલસ્કના આ લીસ્ટમાં પોતાના દેશના નેતા પણ નથી
દિલ્હીઃ- ટ્વિટરની માલિકી ખરીદ્યા બાદ એલન મસ્ક હંમેશા ચર્ચામાં રહેતા હોય છે ત્યારે ફરી એક વખત તેઓ ચર્ચાનો વિષ્ય બન્યા છે. વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને માઈક્રોબ્લોગિંગ સાઈટ ટ્વિટરના માલિક એલન મસ્કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટ્વિટર પર ફોલો કર્યા છે.
એલન મસ્ક વડાપ્રધાન મોદી સહિત વિશ્વમાં માત્ર 195 લોકોને ફોલો કરે છે. ઈલોન મસ્ક પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે. તે જ સમયે, પીએમ મોદીના ટ્વિટર પર ફોલોઅર્સની સંખ્યા 87 મિલિયનથી વધુ છે.પીએમ મોદી આ સોશિયલ સાઈટ પર સૌથી વધુ ફોલો કરવામાં આવતા નેતાઓમાંથી એક છે.
તાજેતરમાં ઇલોન મસ્કના સૌથી વધુ ફોલોઅર્સ હોવાના સમાચાર સામે આવ્યા હતા. વિશ્વના બીજા સૌથી અમીર વ્યક્તિએ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને ગાયક જસ્ટિન બીબર જેવા દિગ્ગજોને પાછળ છોડીને આ સફળતા મેળવી છે.
હવે એલોન મસ્કના ટ્વિટર પર 133 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. 2020 થી ટ્વિટર પર સૌથી વધુ ફોલોઅર્સની યાદીમાં બરાક ઓબામા ટોચ પર છે.જ્યારથી એલન મસ્કે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ફોલો કરવાનું શરૂ કર્યું છે ત્યારથી યુઝર્સ પોતપોતાની રીતે અનુમાન લગાવી રહ્યા છે.
Elon Musk is now following Narendra Modi (@narendramodi)
— ELON ALERTS (@elon_alerts) April 10, 2023
ટ્વિટર પર લગભગ 450 મિલિયન માસિક સક્રિય વપરાશકર્તાઓ છે. તે જ સમયે, 133 મિલિયન યુઝર્સ એલોન મસ્કને ફોલો કરી રહ્યાં છે, એટલે કે કુલ સક્રિય વપરાશકર્તાઓમાંથી 30 ટકા ટ્વિટરના માલિકને ફોલો કરી રહ્યાં છે.
ઑક્ટોબર 2022માં જ્યારે એલોન મસ્કે ટ્વિટરને $44 બિલિયનમાં ખરીદ્યું ત્યારે તેની પાસે 110 મિલિયન યુઝર્સ હતા અને તે બરાક ઓબામા અને જસ્ટિન બીબર પછી ત્રીજા સૌથી વધુ ફોલો કરવામાં આવતા વ્યક્તિ હતા. જોકે તેના ફોલોઅર્સ માત્ર પાંચ મહિનામાં વધી ગયા છે અને તે 133 મિલિયનથી વધુ થઈ ગયા છે.