- પ્રતિબંધિત એકાઉન્ટસેને લઈને એલન મસ્ક જાહેરાત
- અનેક એકાઉન્ટ ફરી શરુ થશે
દિલ્હીઃ- એલન મસ્ક એ જ્યારથી ટ્વિટરની માલીકી સંભાળી છે ત્યારથી ટ્વિટર અનેક વાદ વિવાદમાં સંપડાયું છે,ટ્વિટરમાંથી અનેક લોકોને નોકરીમાંથી હાકી કઢાયા છે તો વળી એલન મસ્કે યૂએસના પૂર્વ રાષ્ટ્રપતિ ટ્રમ્પનું બેન થયેલું ટ્વિટર એકાઉન્ટફરી ચાલુ કર્યું છે ત્યારે હવે સસ્પેન્ડેડ એકાઉન્ટસને લઈને એલન મસ્કે બીજી એક મોટી જાહેરાત કરી છે.
વિતેલા દિવસને ગુરુવારના રોજ તેણે ટ્વિટર પર સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સ માટે ‘સામાન્ય માફી’ની જાહેરાત કરી. એલોન મસ્કે જણાવ્યું હતું કે ભૂતપૂર્વ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્વિટર હેન્ડલને પુનઃસ્થાપિત કર્યા પછી તેઓ અન્ય સસ્પેન્ડ કરેલા એકાઉન્ટ્સ માટે ‘સામાન્ય માફી’ શરૂ કરશે. એટલે કે એક માફી માંગવા પર એકાઉન્ટ ફરી સ્થાપિત કરાશે
મસ્કએ માત્ર એક માફી માંગ્યા બાદ તમામ સસ્પેન્ડ કરેલા ટ્વિટર એકાઉન્ટને પુનઃસ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે. આ માટે ઈલોન મસ્કે એક સર્વે કર્યો હતો. જેમાં લોકોને પૂછવામાં આવ્યું હતું કે શું ટ્વિટરે સસ્પેન્ડેડ એકાઉન્ટ્સને સામાન્ય માફી આપવી જોઈએ, જો કે તેણે કોઈ કાયદાનો ભંગ કર્યો નથી?
Should Twitter offer a general amnesty to suspended accounts, provided that they have not broken the law or engaged in egregious spam?
— Elon Musk (@elonmusk) November 23, 2022
આ સાથે જ મસ્કે ટ્વિટર પર લખ્યું, “જનતાએ પોતાના મંતવ્ય આપી દીધા છે. આવતા અઠવાડિયે સામાન્ય માફી શરુ થશે. વોક્સ પોપુલી, વોક્સ દેઈ.” વોક્સ પોપુલી, વોક્સ દેઇ એ લેટિન શબ્દસમૂહ છે જેનો અર્થ થાય છે “જનતાનો અવાજ, એ ઈશ્વરનો અવાજ છે.”
જો કે આ નિર્યણ એલન મસ્કે જનતાની રાય પરથી લીધો છે એલન મસ્કે લોકો પાસે મંતવ્ય માંગ્યા હતા અને તેમાં બહુમત આવતા એલન મસ્કે સસ્પેન્ડ એકાઉન્ટ ફરી શરુ કરવાની વાત કરી છે.આ પહેલા એલન મસ્ક દ્રારા બુધવારના રોજ એક ટ્વિટ કરીને જનતા પાસે રાય માંગવામાં આવી હતી મસ્કએ એક ટ્વિટમાં પૂછ્યું હતું કે શું માઇક્રો-બ્લોગિંગ સાઇટને અન્ય સસ્પેન્ડેડ એકાઉન્ટ્સને ‘સામાન્ય માફી’ ઓફર કરવી જોઈએસર્વેના પરિણામો અનુસાર, 30 લાખથી વધુ લોકોએ મતદાન કર્યું હતું. તેમાંથી, 72.4 ટકા બહુમતીઓએ માફીની તરફેણમાં મતદાન કર્યું, જ્યારે 27.6 ટકા અસહમત હતા.