Site icon Revoi.in

એલન મસ્કએ તેનું ટ્વિટર એકાઉન્ટ કર્યું લૉક,જાણો શું છે કારણ

Social Share

ટ્વિટર ખરીદ્યું ત્યારથી એલન મસ્ક તેમાં સતત ફેરફાર કરી રહ્યા છે.તેઓ માઈક્રો-બ્લોગિંગ સાઈટ અંગે ઘણા ફેરફારો કરી રહ્યા છે.હવે તે વધુ એક એક્સપેરિમેંટ કરી રહ્યા છે.આ માટે તેણે પોતાનું એકાઉન્ટ પબ્લિકમાંથી પ્રાઈવેટમાં બદલ્યું છે.

વાસ્તવમાં મસ્ક એ જોવા માંગે છે કે,પ્રાઈવેટ એકાઉન્ટની ટ્વીટ પબ્લિક એકાઉન્ટની જેમ જ દેખાય છે.તેણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી.તેણે ટ્વીટમાં જણાવ્યું કે,તેણે પોતાનું એકાઉન્ટ ખાનગી કરી દીધું છે.

ટ્વિટર એકાઉન્ટ આવતીકાલે સવાર સુધી ખાનગી કરી દેવામાં આવ્યું છે.આ સાથે, તેઓ એ જોવા માંગે છે કે,શું વપરાશકર્તાઓ તેમની ખાનગી ટ્વીટને સાર્વજનિક કરતાં વધુ જોઈ શકે છે. પોતાના ફીડમાં આ ટ્વીટ જોઈને એક ટ્વિટર યુઝરે લખ્યું કે તે ખૂબ જ ખુશ છે કે તે એલનના પ્રાઈવેટ સર્કલમાં છે.

જ્યારે અન્ય એક યુઝરે લખ્યું કે જો તમે ટ્વીટ જોઈ શકો છો તો તેનો અર્થ એ છે કે તમે વિશ્વાસના વર્તુળમાં છો.ઘણા યુઝર્સે આ અંગેના સ્ક્રીનશોટ શેર કર્યા છે.એક યુઝરે લખ્યું છે કે,તે જાણે છે કે તે શું કરી રહ્યો છે.44 અબજની ડીલ બાદથી કંપનીની ઘણી નીતિઓમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે.

જેના કારણે મસ્કની ટીકા પણ થઈ રહી છે.તેઓએ કંપનીના વર્ક ફોર્સમાં પણ ઘટાડો કર્યો છે. આ સિવાય તેણે યુઝર્સ માટે બ્લુ સબસ્ક્રિપ્શન સર્વિસ લોન્ચ કરી છે.તેની સાથે જ યુઝર્સને બ્લુ વેરિફાઈડ બેજ પણ આપવામાં આવી રહ્યો છે.

તેમણે કહ્યું કે,આ મોંઘા સોદા અંગે આ પગલાં જરૂરી છે.કન્ટેન્ટ મોડરેશન રુલ,રેવન્યુના પ્રભાવિત હોવાના કારણે ઘણા જાહેરાતકર્તાઓએ પણ પીછેહઠ કરી હતી.અગાઉ મસ્કે કહ્યું હતું કે, ટ્વિટરને દરેક જરૂરિયાત પૂરી કરવા માટે એક એપ બનાવવામાં આવશે.