દિલ્હી : વિશ્વના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એલન મસ્કે શુક્રવારે ભારતીય મૂળના અમેરિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર વિવેક રામાસ્વામીની પ્રશંસા કરી હતી. વિવેક રામાસ્વામીના વખાણ કરતા તેમણે તેમની ઉમેદવારીને આશાસ્પદ ગણાવી છે.
અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતા X (X)ના માલિક એલન મસ્કે પ્રતિક્રિયા આપી છે. જેમાં 37 વર્ષીય રામાસ્વામીને અમેરિકામાં સૌથી યુવા રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે વર્ણવવામાં આવ્યા હતા.
He is a very promising candidate https://t.co/bEQU8L21nd
— Elon Musk (@elonmusk) August 17, 2023
એલન મસ્કએ વિવેક રામાસ્વામીના ઇન્ટરવ્યુને ફરીથી પોસ્ટ કરતા કહ્યું, “તેઓ ખૂબ જ આશાસ્પદ ઉમેદવાર છે.”
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના ઘણા રાજ્યોના ગવર્નરો ભારતીય મૂળના છે. આ સિવાય ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ પણ ભારતીય મૂળના છે. ત્યારે હવે આવનારા સમયમાં અમેરિકાના રાષ્ટ્રપતિ પણ ભારતીય મૂળના વ્યક્તિ બની શકે છે.ભારતીય મૂળના વિવેક રામાસ્વામી રિપબ્લિક પાર્ટી તરફથી રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનવાની રેસમાં છે. એટલું જ નહીં, હવે તેને ટેસ્લાના માલિક અને દિગ્ગજ બિઝનેસમેન એલોન મસ્ક દ્વારા પણ ટેકો મળ્યો છે. જો 38 વર્ષીય વિવેક રામાસ્વામી ઉમેદવાર બનશે તો તેઓ અત્યાર સુધીના ઇતિહાસમાં સૌથી યુવા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર હશે.
એક સર્વે અનુસાર અત્યાર સુધી 53 ટકા રિપબ્લિકન ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થનમાં જોવા મળ્યા છે. આ સિવાય 15 ટકા લોકો રોન ડીસેન્ટિસના સમર્થનમાં છે અને 7 ટકા લોકોએ વિવેક રામાસ્વામીને સમર્થન આપ્યું છે. રોન ડીસેન્ટિસે પોતે રામાસ્વામીને તેમના માટે ખતરો ગણાવ્યા છે. વિવેક રામાસ્વામીની પણ તેમના ભાષણો માટે ખૂબ વખાણ થાય છે.તેઓ સ્પષ્ટ બોલતા વક્તા તરીકે જાણીતા છે. વ્યવસાયે બિઝનેસમેન વિવેક રામાસ્વામીનો જન્મ અમેરિકાના સિનસિનાટીમાં ભારતીય મૂળના પરિવારમાં થયો હતો. તેણે હાર્વર્ડ કોલેજમાંથી બાયોલોજીમાં સ્નાતક થયા અને પછી યેલ લો સ્કૂલમાંથી પોસ્ટ ગ્રેજ્યુએશનની ડિગ્રી લીધી.