Site icon Revoi.in

એલન મસ્કે ટ્વિટર બોર્ડના તમામ ડિરેક્ટરોને હટાવ્યા,પોતાના હાથમાં લીધી કંપનીની કમાન

Social Share

દિલ્હી:ટ્વિટરની કમાન સંભાળ્યા બાદ એલન મસ્ક એક પછી એક મોટા નિર્ણયો લઈ રહ્યા છે. કંપનીના ભારતીય મૂળના CEO પરાગ અગ્રવાલ સહિત અનેક એક્ઝિક્યુટિવ્સને હટાવ્યા બાદ હવે મસ્કે કંપનીના તમામ બોર્ડ ડિરેક્ટર્સને પણ હટાવી દીધા છે.હવે એલન મસ્ક ટ્વિટરના એકમાત્ર ડિરેક્ટર બની ગયા છે.

અહેવાલ મુજબ, જે ડિરેક્ટર્સને હટાવવામાં આવ્યા છે તેમાં માર્થા લેન ફોક્સ, ઓમિદ કોર્ડેસ્તાની, ડેવિડ રોસેનબ્લેટ, પેટ્રિક પિચેટ, એગોન ડરબન, ફી-ફી લી અને મીમી અલેમાયેહોનો સમાવેશ થાય છે.

એલન મસ્કે 28 ઓક્ટોબરે ટ્વિટરની કમાન સંભાળી હતી.માલિક બન્યા પછી જ તેણે ટ્વિટરના સીઈઓ પરાગ અગ્રવાલ, સીએફઓ નેડ સેગલ અને લીગલ અફેર-પોલીસી હેડ વિજયા ગડ્ડેને કંપનીમાંથી કાઢી મૂક્યા હતા.આટલું જ નહીં, મસ્કે તેને કંપનીના હેડક્વાર્ટરમાંથી બહાર પણ કઢાવ્યા હતા.

મસ્કે આ વર્ષે 13 એપ્રિલે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી.તેણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મને 54.2 ડોલર પ્રતિ શેરના દરે 44 અરબ ડોલર ખરીદવાની ઓફર કરી હતી.પરંતુ પછી સ્પામ અને નકલી એકાઉન્ટના કારણે તેણે તે ડીલ હોલ્ડ પર મૂકી દીધી.

8 જુલાઈના રોજ, મસ્કે સોદો તોડવાનું નક્કી કર્યું. જેની સામે ટ્વિટરે કોર્ટમાં અરજી કરી હતી. પરંતુ ત્યારપછી ઓક્ટોબરની શરૂઆતમાં, મસ્કે પોતાનું વલણ બદલ્યું અને ફરીથી સોદો પૂર્ણ કરવા સંમત થયા. દરમિયાન, ડેલવેર કોર્ટે 28 ઓક્ટોબર સુધીમાં સોદો પૂર્ણ કરવાનો આદેશ આપ્યો હતો.એલન મસ્કે એક દિવસ પહેલા જ ટ્વિટરની ઓફિસ પહોંચીને બધાને ચોંકાવી દીધા હતા.